અમદાવાદ : MBBSના અભ્યાસક્રમ પછી ઇન્ટરનશિપ (Course Internship of MBBS) એક વર્ષની ઈન્ટર્નશીપના નવા નિયમને લઈને સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. એટલું જ નહિ અંડર ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સના અભ્યાસ (Internship of MBBS in HC) સંદર્ભે જે પણ નવા ફેરફાર કરવામાં આવ્યા છે. તેને લઈને પણ અરજદાર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
કેસની વિગત- આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો નેશનલ મેડિકલ કમિશન (National Medical Commission) દ્વારા MBBS બાદ કરવામાં આવતી એક વર્ષની ઈન્ટર્નશીપના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નવા નિયમ મુજબ વિદ્યાર્થીઓએ જે મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો હોય. એ જ મેડિકલની હોસ્પિટલમાં એક વર્ષની ઇન્ટર્નશિપ કરવી પડશે. જુના નિયમ પ્રમાણે વિદ્યાર્થી કોઈ એક કોલેજમાં અભ્યાસ કરે અને ઈન્ટરશિપ માટે અન્ય કોલેજમાં જઈ શકતો હતો. પરંતુ, મેડિકલના અભ્યાસમાં પારદર્શિતા જળવાઈ અને લોકોને સરળતાથી સમજાય રહે એ માટે થઈને આ નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને MBBSના ઈન્ટર્નશીપના આ નિયમને અમદાવાદની NHL કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પડકાર્યો છે.
આ પણ વાંચો :કોરોના સહાયક: રાજ્ય સરકારે કહ્યું- MBBSના વિદ્યાર્થીઓની પરીક્ષા 6 મહિના પછી લેવાશે