ગુજરાત

gujarat

ETV Bharat / city

હાઇકોર્ટે સરકારને પૂછ્યુ કે, બાળકોને કેમ બગાડી રહ્યા છો?

ભાવનગરની સરકારી પ્રાથમિક શાળા પાસે પાન પાર્લર દુકાન કાર્યરત રહેતા, ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં આજે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ માટે વારંવાર પ્રસાસનને જાણ પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. આ સામે કોર્ટે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસરને ઘટનાની તપાસ કરી પગલાં લેવા આદેશ કર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ

By

Published : Aug 9, 2021, 5:15 PM IST

  • ભાવનગરની સરકારી પ્રાથમિક શાળા પાસે પાનના ગલ્લા ચાલુ રહેતા કોર્ટમાં થઈ પિટિશન
  • વારંવાર રજૂઆત છતાં પ્રશાસનને પગલાં ન લેવાયા હોવાની અરજદારની કોર્ટમાં રજૂઆત
  • હાઈકોર્ટે ડીડીઓને પગલાં લેવા કર્યો આદેશ

અમદાવાદ: ભાવનગરની સરકારી પ્રાથમિક શાળા પાસે પાન પાર્લર દુકાન કાર્યરત રહેતા, ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં આજે જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, શાળા પાસે પાન પાર્લરની દુકાન હોવાથી બાળકો પર તેની વિપરીત અસર પડી શકે છે. આ માટે વારંવાર પ્રસાસનને જાણ પણ કરવામાં આવી છે, તેમ છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી. કોર્ટે ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસરને પગલા લેવા આદેશ કર્યો હતો.

આ પણ વાંચો- જામનગર મહાનગરપાલિકા કમિશ્નરની ટીમ આવી એક્શનમાં, પાન ગલ્લા કરાવ્યા બંધ

શૈક્ષણિક શાળાના સો મીટરની અંદર પાનના ગલ્લા પર પ્રતિબંધ હોવાનો કાયદો

અરજદારના વકીલે ગુજરાત હાઈકોર્ટ(Gujarat High Court)માં અરજી કરી હતી કે, 2003ના કેન્દ્ર સરકારના નિયમો મુજબ શાળાની 100 મીટરના અંદરના વિસ્તારમાં પાનની દુકાન ન હોઈ શકે તે માટેની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં પાનનો ગલ્લો શાળાની પાસે હોવાના કારણે પ્રાથમિક શાળામાં ભણતા 6થી 14 વર્ષના બાળકો પર વિપરીત અસર પડે છે. ભાવનગરની પીપળી ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં જ સિગારેટ, ગુટકા, પાન પાર્લર આવેલા હોવાથી તે બાળકોમાં ખરાબ છાપ મૂકી રહ્યું છે.

આ પણ વાંચો- 16 મહિના બાદ ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી થશે શરુ, SOP નક્કી કરવા સોમવારે યોજાઈ શકે છે બેઠક

કોર્ટે સરકારને પૂછ્યું કે બાળકોને કેમ બગાડી રહ્યા છો?

અરજદારની આ પ્રકારની અરજી કોર્ટમાં આવતા મુખ્ય ન્યાયાધીશે સરકારને પ્રશ્ન કર્યો હતો કે, શાળાની બાજુમાં પાનનો ગલ્લો આવ્યો હોવા છતાં કેમ તેની સામે પગલા નથી લેવાયા. કોર્ટે સરકારને પૂછ્યુ હતું કે, બાળકોને કેમ બગાડી રહ્યા છો? જો કે, આ સામે કોર્ટે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ ઓફિસરને ઘટનાની તપાસ કરી પગલાં લેવા આદેશ કર્યો હતો. આદેશ કર્યા બાદ કોર્ટે અરજી ડિસમિસ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details