શું તમે ભયાનક ટી સ્ટોલની ચા પીધી છે?...વાંચો વિગત - AHD
અમદાવાદ: શહેરમાં ભયાનક ટી સ્ટોલ નામની ટી સ્ટોલ ખોલવામાં આવી છે. આ ટી સ્ટોલ સ્મશાનભૂમિમાં ખોલવામાં આવ્યું છે, અને આ ટી સ્ટોલનો માલિક ડોન છારા છે. વારંવાર સ્મશાનમાં આવતા તેમને એક વખત કંઈક અલગ કરવાનું વિચાર આવ્યું બસ તેમણે આ જ વિચાર સાથે સ્મશાનભૂમિમાં જ ટી સ્ટોલ ચાલુ કરવાનો નિર્ણય કર્યો.
![શું તમે ભયાનક ટી સ્ટોલની ચા પીધી છે?...વાંચો વિગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2907966-thumbnail-3x2-ahd.jpg)
ભયાનક ટી સ્ટોલ
આ ટી સ્ટોલનું નામ પણ હોરર થીમ પર રાખવામાં આવ્યું છે.અને આ ટી સ્ટોલના મેનુ પણ ભયાનક છે, જેમ કે સ્પેશિયલ ચૂડેલ ચા, સ્પેશ્યલ ભૂત કોફી, સ્પેશિયલ વીરાના દૂધ,સ્પેશિયલ અસ્થિ ખારી, સ્પેશિયલ કંકાલ બિસ્કીટ, સ્પેશિયલ મૂરદા પાપડી, સ્પેશિયલ પિશાચિ ચવાણું, સ્પેશિયલ ભૂતડી પરોઠા, સ્પેશિયલ તાંત્રિક પોપકોર્ન આવા અન્ય મેન્યું રાખવામાં આવ્યા છે.
ભયાનક ટી સ્ટોલ
Last Updated : Apr 5, 2019, 1:29 PM IST