- અમદાવાદ શહેર ક્રાઇમ દ્વારા લોન્ચ થઇ તરકસ એપ્લિકેશન
- લોન્ચિંગ કાર્યક્રમમાંથી ગૃહપ્રધાન સંઘવીએ કર્યો પોતાનો મોબાઈલ નંબર જાહેર
- ડ્રગ કેસો, દુષ્કર્મ કેસો, આર્થિક ગુનાઓને લઇને આપ્યાં મહત્ત્વના નિવેદનો
અમદાવાદ: ગુજરાત પોલીસ માટે લોન્ચ કરવામાં આવેલા તર્કશ એપ્લિકેશનમાં (Gujarat Police Tarkas Application) ટ્રાફિક બંદોબસ્ત, મુદ્દામાલ, પોલીસ વેલ્ફેર, બદલી સહિતની માહિતી મળશે. તેની મદદથી 52 હજાર મિલકતના ગુનેગારો બુટલેગર, હિસ્ટ્રીશીટર, ટ્રાફિક પોલીસ સહિતની માહિતી મળશે. એટલું જ નહીં, તેના પરથી પાસપોર્ટ ક્યારે મળશે, સમન્સ કે વોરંટની બજવણી થઈ કે નહીં તેની લોકેશનના આધારે તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત નાગરિકો તેમાં ડાઈવર્ઝન, રોડ બંધની માહિતી એપમા જોઈ શકાશે. આર્થિક ગુના નિવારણ શાખામાં 1 ACP, 4 PI, 13 PSI કામ કરશે.
પાર્ટીએ વિશ્વાસ મુક્યો છે તેથી તે મુજબ હું કામ કરીશઃ સંઘવી
આર્થિક ગુના નિવારણ શાખાની ઓફિસને કોર્પોરેટ ઓફીસ (Ahmedabad Economic Crime Prevention Branch) જેવો લૂક અપાયો છે... લોકોના વર્ષોથી ફસાયેલા પૈસા પરત અપાવવા માટે આ શાખા કામ કરશે. ગુજરાતમાંથી ચીટિંગ કરીને કોઈ બહાર જાય તો તેને પકડી વેપારીના પૈસા પરત અપાવવાનો આદેશ અપાયો છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમુક લોકો કહે છે કે જીન્સ અને પેન્ટમાં આવેલ ગૃહપ્રધાન શું કરશે. હું મારી નાની દીકરી અને પત્નીને સુરત મૂકીને ગાંધીનગર આવું છુંં મારા પર પાર્ટીએ વિશ્વાસ મુક્યો છે તેથી તે મુજબ હું કામ કરીશ.
Drug Peddlers Drug Addicts ને જાહેર મંચથી ચીમકી
તેમણે કહ્યું કે ડ્રગ્સના દુષણને નાથવા માટે ગુજરાતમાં ખૂબ મોટી કામગીરીની જરૂર છે. ડ્રગ્સ રિવોર્ડ પોલીસી (Drugs Reward Policy) બનાવવા માટે અમે સિનિયર અધિકારીઓ રાતે મોડે સુધી બેઠાં હતાં. ગુજરાતમાં તમામ ડ્રગ પેડલરે (Drug peddlers ) જેલમાં જવું પડશે. અમારી પાસે ડ્રગ્સ લેતાં તમામ લોકોના (Drug addicts) લિસ્ટ છે, પણ અમે 16, 17 કે 18 વર્ષના યુવાનોનું જીવન બગાડવા નથી માગતાં. ગુજરાતમાં એક હજારથી વધુ લોકોને ફોન કરીને પરિવારના લોકોને જાણ કરી કે તેમનો દીકરો ડ્રગ્સના દૂષણના રવાડે ચઢ્યો છે. જે તમામના માબાપને પોલીસ ફોન કરે છે. પણ આ વખતે તેમને પ્રથમ વખત જવા દેવાયા છે. પરંતુ બીજી વખત તેમને છોડવામાં નહીં આવે (Harsh Sanghvi's roar) તેવું સ્પષ્ટ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું છે. પોલીસ જો કનડગત કરે તો તેઓ સીધા મને ફોન કરી શકે છે તે એવું ગૃહપ્રધાને જણાવતા પોતાનો મોબાઇલ નંબર (Home Minister Harsh Sanghvi mobile number) જાહેર કર્યો છે.
ગૃહ રાજ્યપ્રધાને જાહેર કર્યો પોતાનો ફોન નંબર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ઉદ્યોગપતિ અને વેપારીઓની મદદથી ઇકોનોમિક ઓફેન્સ વિંગનું મકાન (Economic Offenses Wing) માત્ર ચાર મહિનામાં બની ગયું છે. અહીંયા કામ કરતા કર્મચારીઓ માટે ખાસ કેન્ટીન પણ બનાવવામાં આવી છે.. જે મકાનનું લોકાર્પણ આજે કે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું હતું આ વખતે જાહેર મંચ પરથી પોતાનો મોબાઇલ નંબર 9925222222 જાહેર (Home Minister Harsh Sanghvi mobile number) કરતા જણાવ્યું હતું કે હું સમગ્ર રાજ્યના પોલીસને એક સૂચના આપવા માગુ છું કે કોઈપણ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમ માટે ખરાબ વર્તન ન કરે જેના કારણે તેમને પોલીસ સાથેનો વ્યવહાર ખૂબ ખરાબ લાગે. પોલીસ તેમનું કામ કરે અન લોકો સાથે પોતાનું વર્તન સારું રાખે. જેથી તેમનો પોલીસ સાથે વ્યવહાર સારો રહે તેઓ સારી ઇમેજ સાથે આગળ આવે તેવું કરવું જોઈએ.
રેપ કેસોમાં રાજ્ય સરકાર હાઇકોર્ટમાં ફાંસીની સજા માટે પણ કરશે રજૂઆત