અમદાવાદઃ ગુજરાતના બોટાદમાં લઠ્ઠાકાંડમાં આ લખાય છે ત્યાં સુધીમાં 29થી વધુ લોકોના (Death Toll in Gujarat Hooch Tragedy ) મૃત્યુ થયા છે. જ્યારે 30થી વધુ લોકો (Botad Latthakand Case ) અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર બનાવને લઇને ગુજરાત સરકાર (Hooch Tragedy Gujara) ગતિમાન થઈ ગઈ છે. ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી દ્વારા એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કડક તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ગૃહપ્રધાન અમદાવાદ સિવિલમાં લીધી મુલાકાત- તો બીજી તરફ હર્ષ સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લઠ્ઠાકાંડના પીડિતોની મુલાકાત કરી (Harsh Sanghvi Visit Civil Hospital) હતી. જેમાં હર્ષ સંઘવીએ દર્દીઓને મળી રહેલી સારવાર અંગે પૂછપરછ કરી હતી.
છ જેટલા દર્દીઓ હાલ સ્વસ્થ અવસ્થામાં -અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે લઠ્ઠાકાંડના અસરગ્રસ્ત 13 જેટલા દર્દીઓ (Hooch Tragedy Gujarat ) અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે. આ દર્દીઓમાં છ જેટલા દર્દીઓ હાલ સ્વસ્થ અવસ્થામાં છે, જ્યારે અન્ય દર્દીઓની સતત સારવાર ચાલી રહી છે. દર્દીઓને શરૂઆતમાં જોવામાં મુશ્કેલી( Rojid Hooch Tragedy) પડી રહી હતી. આખે અંધાપો આવી રહ્યો છે તેવી ફરિયાદ કરી રહ્યાં હતાં. જેને ધ્યાને રાખીને દર્દીઓની સારવાર ( Rojid Hooch Tragedy _ માટે થઈને ડોક્ટરોની વિશિષ્ટ ટીમ પણ સતત નજર રાખી રહી છે. હાલ ડાયાલિસિસના માધ્યમથી શરીરમાં રહેલ કેમિકલ અથવા અન્ય પદાર્થને બહાર કાઢવાની (Botad Latthakand Case) સારવાર ચાલી રહી છે.