- હર્ષ સંઘવી યુવા નેતા તરીકે આગળ પડતું નામ ધરાવે છે
- હર્ષ સંઘવીએ સામાજિક પ્રવૃત્તિઓ અને સહભાગિતામાં ભાગ ભજવ્યો છે
- ભાજપ મોવડીમંડળમાંથી ફોન ગયો છે કે, તેમણે આજે પ્રધાનપદના શપથ લેવાના છે
અમદાવાદ- સુરત શહેરમાં જ્યારે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ચૂંટણીની રણનીતિમાં સ્ટ્રેટેજીકલી મહત્ત્વનું સ્થાન બની ચૂક્યું છે, ત્યારે સુરતના મજૂરાગેટ વિસ્તારમાંથી ધારાસભ્ય બનેલા હર્ષ સંઘવી યુવા નેતા તરીકે આગળ પડતું નામ ધરાવે છે. આ પહેલાની રૂપાણી સરકારમાં પણ તેમના સમાવેશ વિશે વાતો તો ઉડી હતી. જો કે, ભૂપેન્દ્ર પટેલની સરકારના ગંજીપા ચીપાયાં તેમાં આ નવયુવાન અને ખૂબ જ સક્રિય રહેતા ધારાસભ્યનું પત્તું લાગી ગયું છે.
હર્ષ સંઘવીએ કોરોનામાં દર્દીઓની ઘણી સહાય કરી છે
હર્ષ સંઘવીએ કોરોનાકાળમાં કરેલી દર્દીઓની સહાયને લઇને તેમનું નામ ફેમ મેગેઝિન દ્વારા દેશભરના 50 સર્વશ્રેષ્ઠ ધારાસભ્યના લિસ્ટમાં સામેલ થયું છે. હર્ષ સંઘવીને પણ આજે ભાજપ મોવડીમંડળમાંથી ફોન ગયો છે કે, તેમણે આજે પ્રધાનપદના શપથ લેવાના છે. તેમના વિશે સત્તાવાર વધુ વિગત જોઇએ.
નામ : હર્ષ રમેશકુમાર સંઘવી
જન્મ તારીખ :8 જૂન 1985
જન્મ સ્થળ : સુરત
વૈવાહિક સ્થિતિ : પરિણિત
ધર્મપત્નીનું નામ: શ્રીમતી પ્રાચીબહેન સંઘવી