અમદાવાદ: પુરા વિશ્વમાં લોકો કોરોના લીધે હાલ ઘરમાં છે અને lock down નું પાલન કરી રહ્યા છે અને આવા સમયે લોકો પોતાના શોખ પણ પૂરો કરી રહ્યાં છે અને પોતાને મનગમતી વસ્તુઓ બનાવી અને શીખવી રહ્યાં છે. ભલે તે પછી કુકિંગ હોય કે યોગ હોય લોકો કંઇ પણ કરીને પોતાને કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત રાખી રહ્યાં છે અને પોતાને મનગમતી એક્ટિવિટી એન્જોય કરી રહ્યાં છે ત્યારે શહેરના બિઝનેસવુમન શ્વેતા શાહે મિનિચર ફૂડ ક્રાફ્ટ તૈયાર કર્યા છે.
લોકડાઉનનો સદુપયોગ: શહેરના બિઝનેસ વુમને તૈયાર કર્યાં મિનિએચર ફૂડ ક્રાફટ - Business women
અમદાવાદમાં lock downનું પાલન કરતાં લોકો પોતાના શોખ પણ પૂરાં કરી રહ્યાં છે. ભલે તે પછી કૂકિંગ હોય કે યોગ હોય, કંઇ પણ કરીને પોતાને કંઈક ને કંઈક કામમાં વ્યસ્ત રાખી મનગમતી એક્ટિવિટી એન્જોય કરી રહ્યાં છે. શહેરના બિઝનેસવુમન શ્વેતા શાહે મિનિએચર ફૂડ ક્રાફ્ટ તૈયાર કર્યાં છે.
લોક ડાઉનનો સદુપયોગ: શહેરના બિઝનેસ વુમને તૈયાર કર્યાં મિનિએચર ફૂડ ક્રાફટ
તેમને એક આર્ટ બનાવતાં 30થી 45 મિનિટ લાગે છે અને તેને કલર કરવામાં 15 મિનિટ એટલે કલાકમાં એક ક્રાફટ તૈયાર થઈ જતું હોય છે. દરેક વસ્તુની સાઈઝ અઢી ઈંચ છે એટલે કે 2 રૂપિયાનાં સિક્કા જેટલી કહી શકાય. ફાફડા, થાળ, સ્વીટ્સ આ બધું ભલે અત્યારે અમદાવાદની દુકાનોમાં કે રેસ્ટોરાંમાં મળતું નથી પણ શહેરના શ્વેતા શાહે પોતાના ઘરે જ આ બધાંના મિનિએચર તૈયાર કર્યાં છે.