અમદાવાદ : પાટીદાર આંદોલન સમય દરમિયાન નોંધાયેલા કેસ મામલે આજે સેશન કોર્ટેમાં જામીન મેળવવા માટે હાર્દિક પટેલ સહિતના 21 લોકો કોર્ટમાં પહોચ્યા હતા. કોર્ટે તમામ પાટીદાર સામેના તમામ કેસ પરત ખેંચવા મામલે કરેલી અરજી માન્ય રાખી હતી અને આ તમામ કેસ પાછા ખેંચવા માટે જે જામીન પ્રક્રિયાની અરજી હાથ ધરવામાં આવી હતી.
પાટીદાર આંદોલનના કેસ - 2017ના પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ અને અન્ય 21 લોકો દ્વારા રામોલ વિસ્તારના ભાજપના કોર્પોરેટરના ઘરે તોડફોડ કરી હતી અને મારા મારી કરીને હુમલો કર્યો હતો અને સાથે મારવાની પણ ધમકી આપવામાં આવી હતી, જેને લઇને કોર્પોરેટરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને જેને લઈને તપાસ હાથ ધરાતા 21 લોકો સામે ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાતા આ કેસને દાખલ કરવામાં આવ્યો હતો અને તેને લઈને રાજ્ય સરકારે પાટીદારો સામે થયેલા તમામ કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો.
સરકારે નિભાવ્યું વચન -પાટીદાર સામે થયેલા તમામ કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારે મેટ્રો કોર્ટમાં અરજી કરી હતી પરંતુ મેટ્રો કોર્ટે આ અરજી ફગાવી દેતાં સરકારે સેશન્સ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પાસના કન્વિનર ગીતા પટેલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર પરેશ પટેલે અમારા પર 21 જેટલા કેસ કર્યા હતા, પરંતુ સરકારે કેસ પાછા ખેંચવાની જાહેર કરતાં અમને આ કેસમાંથી રાહત મળી છે. સરકાર પાસે અમારી અપેક્ષા છે કે, 2017માં સરકારે અમને વચન આપ્યું હતું કે, બધા કેસ પાછા ખેંચી લેવામાં આવશે એ બધા જ કેસ આજે પાછા ખેંચી લેવામાં આવ્યા છે.
21 લોકો હાજર રહ્યા હતા - સેશન કોર્ટ દ્વારા આ કેસ પાછા ખેંચવાની મંજૂરી આપતા જેને લઈને ગત અઠવાડિયે આ લોકોના જામીન મંજૂર કરીને કેસ પાછા ખેંચ્યા હતા, પરંતુ જામીન મંજૂર થાય એ પછી જામીન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. જેને લઈને હાર્દિક પટેલ અને અન્ય 21 લોકો આજે મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા અને તમામ લોકોની જમીન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.