ગુજરાત

gujarat

ETV Bharat / city

હાર્દિક પટેલે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર : પાટીદાર આંદોલનના ૪00થી વધુ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે - CM ભુપેન્દ્ર પટેલને સંબોધીને પત્ર લખ્યો

હાર્દિક પટેલે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલને સંબોધીને પત્ર લખ્યો હતો જેમાં દર્શાવવામા આવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા રૂપાણી સરકારે શરૂઆત કરી હતી. પરંતુ તે સરકારમાં અમારી માંગો પુર્ણ થઇ નહોતી હવે તમે પૂરી કરજો. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું. આ પ્રકારની વાત ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ધ્વારા કરવામાં આવી છે. હાર્દિક પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મસમોટો પત્ર લખ્યો છે, જેમાં પાટીદાર આંદોલન સહિતના અનેક મુદ્દાઓ વિશે લખવામાં આવ્યું છે.

હાર્દિક પટેલે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર : પાટીદાર આંદોલનના ૪00થી વધુ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે
હાર્દિક પટેલે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર : પાટીદાર આંદોલનના ૪00થી વધુ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે

By

Published : Sep 23, 2021, 9:19 AM IST

  • હાર્દિક પટેલનો મુખ્યપ્રધાનને પત્ર
  • પાટીદારો પર થયેલા કેસો પરત લેવાની કરી માંગ
  • પાટીદારો પર ૪૦૦ થી વધુ ચાલી રહ્યા છે કેસો
  • 2022ની આવનારી ચૂંટણી અંગે હાર્દિકે આપી ચીમકી

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આજે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં અનામત આંદોલન દરમિયાન પાટીદારો વિરુદ્ધ નોંધાયેલા અંદાજે 400 કેસો ખેંચવાની માગ કરી છે. હાર્દિકનું કહેવુ છે કે ગરીબ અને પછાત વર્ગને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર અનામત આપવા માટે નવી જોગવાઇઓ કરી રહી છે. તથા સવર્ણોને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. તેમના વિરુદ્ધ રાજદ્રોહ સહિત 28 કેસ નોંધાયેલા છે તથા જુલાઈ 2015માં ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન પછી 438 કેસ નોંધવામાં આવ્યા છે. આ આંદોલન દરમિયાન ઘણા પાટીદાર યુવકો મૃત્યુ પામ્યા હતા.

આ પણ વાંચો :ભારત દુનિયાનું સૌથી મોટુ કોરોના રસીકરણ અભિયાન ચલાવી રહ્યું છે : મોદી

હાર્દિકે પત્રમાં શું લખ્યું

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, ગુજરાતના ગરીબ અને આર્થિક પછાત લોકો માટેની વેદના સાંભળીને સરકાર સારા કામ કરશે તેવી મને આશા છે. ગુજરાતની પ્રજાને ન્યાય અપાવવા કામ કરશો એવી આશા છે. અગાઉની સરકાર જેવું તમારું વર્તન નહીં હોય એવી આશા રાખું છું. હાર્દિક પટેલે પાટીદાર આંદોલનના ૪00થી વધુ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે. 1 કરોડથી પણ વધુ વસતિ ધરાવતા પાટીદારોએ “પાટીદાર અનામત આંદોલન સમિતિ” દ્વારા અનામત આંદોલન કરેલું એમાં ગુજરાતના તમામ 60 ટકા સવર્ણ વર્ગને ફાયદો થયો છે.

હાર્દિક પટેલે ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર : પાટીદાર આંદોલનના ૪00થી વધુ કેસો પાછા ખેંચવાની માગણી કરી છે

પાટીદાર પર થયેલા કેસો પાછા ખેંચવાની માંગ

માત્ર ગુજરાત જ નહીં, પણ નરેદ્ર મોદીએ પણ આંદોલન પછી ગરીબ સવર્ણ સમાજ માટે પગલાં લેવા પડ્યાં હતાં. જો આંદોલન ખોટું હોત તો ગુજરાત સરકારે સવર્ણ આયોગ બનાવવા સહિત 5 હજાર કરોડની રાહતો ન આપી હોત. આંદોલન સાચું હતું તો પછી હજુ ગુનાઓ પરત ખેંચાયા નથી. તેવો સવાલ પણ હાર્દિક પટેલે કર્યો છે. હાર્દિકે મુખ્યપ્રધાનને સંબોધીને લખ્યું છે કે, મારા પર રાજદ્રોહ સહિતના 28 ગુના છે. લાલજી પટેલ પર પણ એટલાજ ગુના છે. બીજા 30 આગેવાનો પર પણ કેસ ચાલે છે. તેમને જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. હાલ અમારા લોકો વિરૂદ્ધ ૪00 જેટલા કેસો ચાલી રહ્યા છે. આ તમામ ગુનાઓ પરત ખેંચવામાં આવે તેવી માંગ હાર્દિકે કરી હતી.

આ પણ વાંચો :વડા પ્રધાન નરેન્દ્ર મોદી વોશિંગ્ટન પહોંચ્યા : એરપોર્ટ પર લોકોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું

આનંદીબેન પટેલની મક્કમતાને આગળ ધપાવશો એવી આશા – હાર્દિક પટેલ

તેણે કહ્યું કે સરકારે જે વચનો આપ્યા છે તે પૂરાં કરવા દરેક મુખ્યપ્રધાનની ફરજ છે. નવનિયુક્ત મુખ્યપ્રધાન આનંદી બહેન પટેલના નજીકના માનવામાં આવે છે. જેનો લાભ લઈ હાર્દિક પટેલે કહ્યું કે રાજ્ય સરકારે આપેલાં આ વચનો પૂરાં કરવા આનંદીબેન મક્કમ હતાં. તેમણે વારંવાર સમીક્ષા કરી હતી. હવે તમે આનંદીબેન પટેલની મક્કમતાને આગળ ધપાવશો એવી આશા સમગ્ર પાટીદાર સમાજ રાખે છે. ભાજપના રાજમાં પોલીસ દમન સહિતના મુદ્દાઓથી પાટીદારો આજે પણ નારાજ છે, તેથી ભાજપે ચૂંટણી જીતવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ભાજપે 150 બેઠકો જીતવાની જાહેરાત કરી હતી અને 99 આવી હતી. ફરી આવું થઈ શકે છે. જો કેસ પરત નહીં ખેંચાય તો એનાથી પણ ઓછી બેઠકો 2022માં આવશે તેવી ચીમકી પણ હાર્દિક પટેલે ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details