અમદાવાદઃ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે આજે કૉંગ્રેસમાં દરેક પદ પરથી રાજીનામું (Hardik Patel resigns from Congress) આપી દીધું છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા એવા હાર્દિક પટેલ વર્ષ 2019માં કૉંગ્રેસ પાર્ટીમાં (Hardik Patel joined Congress in 2019) જોડાયા હતા. વર્ષ 2020માં તેમને ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા ઘણા સમયથી તેઓ પાર્ટીથી નારાજ હતા. તેમ જ તેમની માગણીને ધ્યાને ન લેવાતા તેમણે આખરે કૉંગ્રેસને રામ રામ (Hardik Patel Resign Letter on Social Media) કહી દીધું છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
કૉંગ્રેસના ઈતિહાસમાં ખરાબ તબક્કો -કૉંગ્રેસ પાર્ટી આ દિવસોમાં ઈતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર (Earthquake in Gujarat Congress) થઈ રહી છે. એક તરફ પાર્ટી એક પછી એક ચૂંટણી (Gujarat Assembly Election 2022) હારી રહી છે. ત્યારે ડૂબતી નાવની જેમ દિગ્ગજ નેતાઓ એક પછી એક કૉંગ્રેસ પક્ષમાંથી દૂર ભાગી રહ્યા છે, પરંતુ એવું લાગે છે કે, પાર્ટી હાઈકમાન્ડ હજી પણ તેના નેતાઓને એકજૂટ રાખવામાં અસફળ રહ્યા છે. રાજ્યમાં આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. તેવામાં જોવા મળી રહ્યું છે કે, પાટીદાર આંદોલનમાંથી ઊભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલ પાર્ટીની કામગીરીથી ભારે નારાજ હતા.
એક વર્ષથી નારાજ હતા હાર્દિક પટેલ - હાર્દિક પટેલે આક્ષેપ કર્યો હતો કે, તેમની ફરિયાદો પર હાઈકમાન્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાર્દિક પટેલ ગુજરાતના પાટીદાર સમાજના પ્રભાવશાળી અને યુવા નેતા છે. પાર્ટીએ તેમને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. કહેવાય છે કે, તેઓ છેલ્લા એક વર્ષથી પાર્ટીના કામકાજથી નારાજ હતા. તેમણે અનેક વખત જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
હાર્દિક પટેલે અનેક વિકલ્પ ખૂલ્લા હોવાનું પણ આપ્યું હતું નિવેદન - ભૂતકાળમાં પણ હાર્દિક પટેલે એમ પણ કહ્યું હતું કે, તેમના માટે ઘણા વિકલ્પ ખૂલ્લા છે. હાર્દિકના આ નિવેદનનું અર્થઘટન ભાજપમાં જોડાવાની સંભાવના તરીકે કરવામાં આવી રહ્યું હતું. જોકે, બીજા જ દિવસે હાર્દિકે ટ્વિટ કરીને સ્પષ્ટ (Hardik Patel Resign Letter on Social Media) કર્યું હતું કે, તે અન્ય કોઈ પાર્ટીમાં જોડાવાના નથી. જોકે, પાર્ટી પ્રત્યે તેમની નારાજગી હજી પણ યથાવત્ છે. ચાલો જાણીએ એવા કારણો વિશે જેના કારણે હાર્દિક પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ છે.
હાર્દિક પટેલ ક્યારે જોડાયા કોંગ્રેસમાં? -પાટીદાર આંદોલનથી જાણીતા થયેલા યુવા નેતા હાર્દિક પટેલ 12 માર્ચ 2019ના દિવસે (Hardik Patel joined Congress in 2019) અડાલજમાં કૉંગ્રેસની જનસંકલ્પ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેસ પહેરાવીને તેમનું કૉંગ્રેસમાં સ્વાગત કર્યું હતું. આ પહેલા તેમની શાહીબાગ ખાતે CWCની બેઠકમાં મિટિંગ પણ થઈ હતી.
કૉંગ્રેસમાં જોડાતા જ હાર્દિક પટેલે ભાજપ પર કર્યા હતા પ્રહાર - હાર્દિક પટેલ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, સચિન પાઈલટ, જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. હાર્દિક પટેલે કોંગ્રેસમાં જોડાયા બાદ સ્ટેજ પર કહ્યું હતું કે, ભાજપ પૂલવામા ઍટેકના શહીદોના નામનો ઉપયોગ રાજનીતિ માટે કરે છે. હું આવા લોકો સામે લડવા માટે કૉંગ્રેસમાં જોડાયો છું. હાલ બાપુના ભારત કરતા અલગ ભારત બનાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. 6 કરોડ ગુજરાતીઓની સેવા કરવા કૉંગ્રેસમાં જોડાયો છું. સત્તાના દમ પર દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
પક્ષના નિર્ણયોથી દૂર રહો -ગુજરાત કૉંગ્રેસના યુવા પાટીદાર પૂર્વ નેતા હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો કે, પાર્ટીમાં જોડાયાના 3 વર્ષ બાદ પણ તેના પર વિશ્વાસ નથી. આ કારણ છે કે, પાર્ટીમાં જોડાયાના 3 વર્ષ બાદ પણ ગુજરાત કૉંગ્રેસની નિર્ણય પ્રક્રિયામાં તેમનો સમાવેશ થતો નથી. આંકડાઓ આપતા તેમણે કહ્યું કે, માર્ચમાં પ્રદેશ કોંગ્રેસે 75 મહાસચિવ અને 25 ઉપપ્રમુખની નિમણૂક કરી હતી. તેમનો આરોપ હતો કે, આ દરમિયાન તેની ચર્ચા પણ કરવામાં આવી નહતી. આ ઉપરાંત હાર્દિકે ગયા વર્ષે રાજ્યમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણી માટે ટિકિટ વિતરણમાં બેદરકારીનો પણ આક્ષેપ કર્યો હતો. પાટીદાર નેતા નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાના મામલે પાર્ટીમાં રહેલી દ્વિધાથી હાર્દિક પણ નારાજ હોવાનું કહેવાય છે.