અમદવાદઃહાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા અનેક અટકળો(Hardik patel resigns from Congress)વહેતી થઈ છે. હાર્દિકે કોંગ્રેસમાં જોડાયા બાદ અનેક મોટા નિવેદનો આપ્યા હતા. જેમુનું એક ટ્વીટ હાલ વાયરલ થઈ રહ્યા છે. આખરે હાર્દિક પટેલે હવે ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલાં જ અધવચ્ચે કૉંગ્રેસનો હાથ છોડી દીધો છે. આ અંગે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી.
કોંગ્રેસ સાથે રહીશ -હાર્દિક પટેલે 10 નવેમ્બર 2020ના રોજ ટ્વીટ કરવામાં( Hardik Patel viral tweet )આવ્યું હતું. તેહાલ વાયરલ થઈ રહ્યું છે. જે હાર્દિક પટેલે બાદમાં પોતાની ટ્વીટર પરથી હટાવી(Hardik Patel old tweet viral) દીધું હતું. જેમાં તેણે લખ્યું છે કે છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસ સાથે રહેશે. હાર્દિકે ટ્વિટ કર્યુ હતું કે, હાર-જીતના કારણે વેપારીઓ પાર્ટી બદલે છે, વિચારધારાના અનુયાયી નહી. લડીશ, જીતીશ અને છેલ્લા શ્વાસ સુધી કોંગ્રેસમાં રહીશ. સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલનું આ જૂનુ ટ્વીટ વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
આ પણ વાંચોઃGujarat Cabinet Meeting: કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દા પર થશે ચર્ચા