હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં અરજી દાખલ, ગુજરાત બહાર જવાની માંગ કરી
કોંગ્રેસ વર્કિંગ કમિટીના પ્રમુખ હાર્દિક પટેલે ફરીવાર ગુજરાત બહાર જવા દેવાની માગ સાથે અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી છે. હાર્દિક પટેલે 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર રહેવાની અને જવાની પરવાનગી માગી છે. આ મામલે 24મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.
હાર્દિક પટેલે ગુજરાત બહાર જવાની પરવાનગી માગતી અરજી કોર્ટમાં કરી
અમદાવાદઃ વર્ષ-2015 રાજદ્રોહ કેસમાં કોટે હાર્દિક પટેલને ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર મળ્યા હતા. જો કે, હવે તેમાં ફેરફાર કરાવવા માટે તેણે અમદાવાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. હાર્દિક પટેલ તરફથી માગ કરવામાં આવી છે કે, તેને 12 સપ્તાહ સુધી ગુજરાત બહાર જવાની પરવાનગી આપવામાં આવે. નોંધનીય છે કે, લગભગ એક મહિના પહેલા પણ હાર્દિક પટેલ દ્વારા આ પ્રકારની અરજી કરવામાં આવી હતી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.