ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલની કરી ધરપકડ, 24 તારીખ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રખાશે

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાનારા હાર્દિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. તેમજ હાર્દિક પટેલને 24 જાન્યુઆરી સુધી જ્યુડિશિયલ કસ્ટડી રાખવામાં આવશે.

Hardik Patel
હાર્દિક પટેલ

By

Published : Jan 18, 2020, 10:06 PM IST

Updated : Jan 18, 2020, 11:23 PM IST

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ વિરૂદ્ધ અનેક વખત વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હોવા છતાં હાર્દિક હાજર નહીં રહેતા અંતે તેની સામે બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. વોરંટ ઈસ્યુ કરાયાના 6 કલાકમાં જ હાર્દિક પટેલની અટકાયત કરવામાં આવી છે. હાર્દિક પટેલની વિરમગામ નજીક હાંસલપુર ચોકડીથી અટકાયત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ સાયબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ હાર્દિક સામેના રાજદ્રોહ કેસની તપાસ ચલાવી રહ્યું હતું. હાલ પોલીસ હાર્દિકને વિરમગામથી લઈને અમદાવાદ આવવા રવાના થઈ છે.

રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલની વિરમગામથી કરાઈ અટકાયત
Last Updated : Jan 18, 2020, 11:23 PM IST

ABOUT THE AUTHOR

...view details