ગુજરાત

gujarat

ETV Bharat / city

Hardik Patel BJP Speculation: હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિએ કોને આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું? - હાર્દિક પટેલની ભાજપના નેતાઓ સાથે મુલાકાત

હાર્દિક પટેલે આગામી 28 એપ્રિલે તેના પિતાની પ્રથમ પુણ્યતિથિનું વિરમગામમાં આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં હાર્દિકે BJPના સીઆર પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને આંમત્રણ આપ્યું હોવાની ચર્ચા છે. આ અમંત્રણના પગલે કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક ટૂંક સમયમાં ભાજપ (Hardik Patel BJP Speculation)માં શામેલ થઈ શકે છેે.

હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિએ કોને આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું?
હાર્દિક પટેલે પિતાની પુણ્યતિથિએ કોને આમંત્રણ આપતા રાજકારણ ગરમાયું?

By

Published : Apr 23, 2022, 9:33 PM IST

અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2022 ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકારણમાં નવાજૂનીનાં અનેક સંકેત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં હાર્દિક પટેલે કોંગ્રેસની નેતાગીરી (Congress Leadership In Gujarat) સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત હાર્દિકે ભાજપના વખાણ કરી પોતાને ચુસ્ત હિન્દુ નેતા (Hindutva Politics In Gujarat) ગણાવ્યો ત્યારથી ભાજપ સાથે હાર્દિકનું અંતર ઘટતું જતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

હાર્દિક ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તો નવાઈ નહીં-હાર્દિક પટેલની ભાજપમાં એન્ટ્રી (Hardik Patel BJP Speculation)ને લઈને ભાજપના નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે. આ બધાની વચ્ચે એક એવા સમાચાર મળ્યા છે જેના પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યો છે કે, હાર્દિક ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તો નવાઈ નહીં. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે હાર્દિક પટેલે આગામી 28 એપ્રિલે તેના પિતાની પ્રથમ પુણ્યતિથિનું વિરમગામમાં આયોજન કર્યું છે. હાર્દિકે પોતાના પિતાની પુણ્યતિથિ પર આયોજિત કાર્યક્રમમાં હાજર રહેવા ભાજપના નેતાઓને આમંત્રણ (Invitation To BJP Leaders Gujarat) આપ્યું છે.

આ પણ વાંચો:Hardik Patel Statement: હાર્દિક પટેલે પક્ષ બદલવાની વાતો વચ્ચે આપ્યું ચોંકાવનારું નિવેદન, કઈ કહી વાત જાણો

હાર્દિક ભાજપના વખાણ કરી ચુક્યો છે-તેણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યપ્રધાનને પણ આમંત્રણ આપ્યું હોવાની ચર્ચા છે. આ આમંત્રણને પગલે ભાજપના સિનિયર આગેવાનો તેમાં હાજરી આપી શકે છે. તો બીજી તરફ હાર્દિકે દિલ્હીના ભાજપના નેતાઓ સાથે પણ તાજેતરમાં બેઠક (Hardik Patel Meeting With BJP Leaders) કરી હોવાની ચર્ચા છે. આ પહેલા હાર્દિક પટેલ ભાજપના વખાણ કરી ચૂક્યો છે. તેણે રામ મંદિર બનાવવા અને કલમ 370 હટાવવા મુદ્દે ભાજપના વખાણ કર્યા હતા.

મે મહિનામાં જાહેર કરી શકે છે પોતાનો નિર્ણય-હાર્દિકે તાજેતરમાં જ વડાપ્રધાનના ટ્વીટ પર જય સરદારની ટિપ્પણી પણ કરી હતી. બીજી તરફ હાર્દિક પટેલે કોંગ્રેસ સાથે નારાજગી (Hardik Patel Congress Dispute) વ્યક્ત કરી તેથી તે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે, મે મહિનાના પ્રથમ સપ્તાહમાં હાર્દિક પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. જેમાં હાથને હાથતાળી આપી હાર્દિક કમળનો સ્વીકાર કરી શકે છે.

આ પણ વાંચો:Hardik Naresh Patel Meet In Rajkot: હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે ગુપ્ત બેઠક, શું ચર્ચા થઈ હશે તેને લઇને અટકળો તેજ

BJPના સિનિયર નેતાઓમાં હાર્દિકને લઇને નારાજગી-જો કે એક વાત એવી પણ છે કે, ભાજપના સિનિયર નેતાઓમાં હાર્દિકને લઈને નારાજગી પ્રવર્તી જોવા મળી રહી છે. ભાજપના એક સિનિયર નેતાએ જણાવ્યું કે, કોંગ્રેસને એમનાથી કોઈ ફાયદો ન દેખાતા હવે એને ઘાસ આપવાનું બંધ કરી દીધું છે. હાર્દિક પટેલે પોતાનું વ્હોટ્સએપ DP ચેન્જ કરી નાંખતા રાજકીય ગુજરાત કોંગ્રેસમાં ભારે હડકંપ મચી ગયો છે. આ સાથે ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલ કોંગ્રેસનો સાથ છોડી રહ્યો છે તેવી અટકળો પણ વધુ તેજ બની છે.

ABOUT THE AUTHOR

...view details