અમદાવાદ : આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા (Har Ghar Tiranga)અભિયાન ચાલવામાં આવી રહ્યું છે.જેના અંતર્ગત 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી છે. જેનું વિતરણ (Distribution of National Flag) પણ અનેક જગ્યા પર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં હર ઘર તિરંગા અભિયાન માટે અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ ખાતે પણ 1 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે.
1 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવશે એક જ દિવસમાં 100 ધ્વજ વેચાયા- ભાવિકા માંગરુકીયા Etv bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ ખાતે આવેલ જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન રાષ્ટ્રધ્વજનું વિતરણ (Distribution of National Flag) શરૂ કરવામાં આવ્યું છે.જેમાં વેચાણની જોગવાઈ મુજબ 20ઈંચ ×30 ઈંચ ધ્વજના ધ્રુવ વિના જરૂરી જોગવાઈ કરવામાં આવી છે. જનરલ પોસ્ટ દ્વારા આ રાષ્ટ્રધ્વજની કિંમત 25 રૂપિયા નક્કી કરવામાં આવી છે.જેના પણ કોઈ પણ પ્રકાનો ટેક્સ લગાવવામાં આવ્યો નથી.
આ પણ વાંચોઃ Har Ghar Tiranga Campaign: લોકભાગીદારી સાથે દરેક ઘર પર તિરંગો ફરકાવવામાં આવશે
એક વ્યક્તિ 5થી વધારે રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે નહીં-જનરલ પોસ્ટ વિભાગ દ્વારા ઓનલાઈન બુકીંગ (Buy national flag online) કરીને પણ રાષ્ટ્ર ધ્વજ વેચાણ કરવામાં આવ્યું છે.પરંતુ ઓનલાઈન મારફતે એક વ્યક્તિ 5 રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે.જેનું પેમેન્ટ પણ ઓનલાઇન રાખવામાં આવ્યું છે. ઓફલાઈન એક વ્યક્તિ જેટલા રાષ્ટ્રધ્વજ ખરીદવામાં હોય તેટલા ખરીદી શકે છે. ઓનલાઇન રાષ્ટ્ર ધ્વજ ઓનલાઇન બુકીંગ દરમિયાન પોસ્ટ દ્વારા ઘર સુધી (Distribution of National Flag) પહોંચાડશે.
આ પણ વાંચોઃ ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ પશ્ચિમ બંગાળની ખાડીમાં ફરકાવ્યો ત્રિરંગો
20 કરોડ ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો લક્ષ્યાંક - કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનમાં 20 કરોડ મકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો લક્ષ્યાંકમુકવામાં આવ્યો છે.ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ( Federation of All India Traders ) પ્રમાણે ભારતમાં 4 કરોડ રાષ્ટ્રધ્વજ ઉપલબ્ધ છે.જેમાં રાષ્ટ્રધ્વજ રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા નવા ધ્વજ બનાવી જેતે જગ્યા (Distribution of National Flag) પહોંચાડવામાં આવશે. કેન્દ્ર સરકાર પ્રમાણે રાષ્ટ્રધ્વજની ત્રણ સાઈઝમાં (Three sizes of national flags) હશે જેમાં ત્રણેય કિંમત પણ અલગ અલગ એટલે કે 9 રૂપિયા, 18 રૂપિયા અને 25 રૂપિયા રાખવામાં આવી છે.