ન્યુઝ ડેસ્કઃદિવાળીના (Diwali 2021) પછીના દિવસને 'બેસતું વર્ષ' (Happy New Year) કહેવામાં આવે છે. આ દિવસ 'કારતક સુદ એકમ' નો હોય છે, આ ઉપરાંત, ગુજરતીઓનું 'નવું વર્ષ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગુજરાતી સંસ્કૃતી પ્રમાણે વર્ષના પ્રથમ દિવસને બેસતુ વર્ષ કહેવામાં આવે છે. આ દિવસથી વિક્રમ સંવત અને જૈન વિર સંવતનું વર્ષ ચાલુ થાય છે. આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરોમાં ભગવાનને અન્ન્કુટ અર્પણ કરવામાં આવે છે.
આ નવા વર્ષની સવારનું આગમન કઈક અલગ હોય છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોતા હોય છે. આ દિવસે બધા લોકો એક બીજાને પગે લાગે છે, ભેટે છે, આશીર્વાદ લે છે અને પાછલા વર્ષમાં થયેલી ભુલોને માફ કરીને આગળ વધે છે.