અમદાવાદ : “એક સ્ટેશન-એક ઉત્પાદન યોજના”("One Station-One Product Scheme") અંતર્ગત મુસાફરોને સસ્તા દરે વધુ સારી અને ઉચ્ચ ગુણવત્તાની સ્થાનિક પ્રોડક્ટ્સ પ્રદાન કરવાનો હેતું રહેલો છે. આ યોજના અંતર્ગત સ્થાનિક ઉત્પાદકો પણ આત્મનિર્ભર બની શકશે. આ માટે અમદાવાદ રેલ્વે સ્ટેશન પરના ગેટ નંબર 1 પાસે "હેન્ડલૂમ કાર્પેટ અને અન્ય ફ્લોરિંગ પ્રોડક્ટ્સ"ના સ્ટોલ(Handicraft stalls started In Ahmedabad) ઉભા કરવામાં આવ્યા છે. પ્રાયોગિક ધોરણે આગામી 15 દિવસ માટે રૂપિયા 500ની નજીવી ટોકન રકમ પર સ્ટોલ ફાળવવામાં આવ્યા છે.
આ પણ વાંચો - XE Corona Variant in Gujarat : વડોદરામાં Corona XEનો નોંધાયો પ્રથમ કેસ, રિપોર્ટ આવે તે પહેલાં દર્દી થયો ફરાર