અમદાવાદઃ 2 ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ગુજરાતમાં 50,000થી વધુ આંગણવાડીઓમાં હેન્ડ વોશિંગ કેમ્પેઇન હાથ ધરાશે. રાજ્ય સરકારની સ્વચ્છતા અંગેની જનજાગૃતિ ઝુંબેશમાં રાજ્યની દરેક આંગણવાડી કેન્દ્રમાંથી 10 લોકો આ કાર્યક્રમમાં જોડાશે. એટલે કે, 5 લાખથી વધુ લોકો હેન્ડવોશ કેમ્પેઇનમાં જોડાશે.
2 ઓક્ટોબરના કાર્યક્રમના સંદર્ભમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુએ સંકલન અને સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમનું આયોજન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.