- કળા બતાવી પૈસા કમાવવાની વૃત્તિ
- બારેજા થી ઇસ્કોન આવી વગાડે છે વાંસળી
- રોડ પર કરે છે કળાનું પ્રદર્શન
અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પર વાંસળી વગાડી કરે છે કમાણી - વાંસળી વગાડનાર
શહેરમાં આપણે જોતા હોઈએ છીએ રે રોડ પર કેટલાક લોકો પોતાની કળાનું પ્રદર્શન કરી આવક મેળવતા હોય છે. આવી જ રીતે અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ પાસે એક વ્યક્તિ પોતાની કળા લોકો સમક્ષ રજૂ કરીને પૈસા કમાઈ પોતાનું ગુજરાન ચલાવે છે.
અમદાવાદઃ શહેરમાં આપણે જોતા હોઈએ છીએ રે રોડ પર કેટલાક લોકો પોતાની કળાનું પ્રદર્શન કરી આવક મેળવતા હોય છે. અમદાવાદના ઈસ્કોન ટ્રાફિક સિગ્નલ પર અલગ નજારો જોવા મળે છે. અહીં 67 વર્ષીય હમીરભાઇ વાંસળી વગાડી પોતાની કલા લોકો સમક્ષ રજૂ કરી પૈસા મેળવે છે.
ઇસ્કોન ચાર રસ્તા નજીક વગાડી રહ્યા છે વાંસળી
હારીજના વતની હમીરભાઇ અને હાલ તેમના પત્ની સાથે બારેજા ગામમાં રહે છે અને દરરોજ બારેજાથી ઇસ્કોન આવીને વાંસળી વગાડે છે. હમીરભાઈને બાળપણથી જ વાંસળી વગાડવાનો શોખ હતો. તે એક વાર તેમના પિતા સાથે એક મેળામાં ગયા હતાં. જયાંથી તેમણે વાંસળી લીધી હતી. પિતાના ના કહેવા છતાં તેમણે વાંસળી લીધી અને ત્યારથી બાદ વાંસળી તેમનો પરિવારનો ભાગ બની ચૂકી છે.