● ગુરુવારે પુષ્ય નક્ષત્ર
● ગુરુ અને પુષ્ય નક્ષત્રનો સંયોગ
● ઘરેણાં ખરીદવા માટે ઉત્તમ દિવસ
● ગુરુવારે પુષ્ય નક્ષત્ર
● ગુરુ અને પુષ્ય નક્ષત્રનો સંયોગ
● ઘરેણાં ખરીદવા માટે ઉત્તમ દિવસ
અમદાવાદઃ પુષ્ય નક્ષત્રમાં લગ્ન સિવાય કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. જેમાં ખરીદી જેવા કાર્યમાં તો તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેની પાછળની કથા એવી છે કે, દેવલોકમાં એક વખતે સંસારના અગત્યના મુદ્દે ઉપર ચર્ચા થતી હોય છે. ત્યારે પુષ્ય નક્ષત્રને મનમાં વિકાર વાયુ ઉત્પન્ન થાય છે. આથી બ્રહ્માજીને ક્રોધ આવે છે અને તે પુષ્ય નક્ષત્રને શ્રાપ આપે છે. પરંતુ દેવગુરુ બૃહસ્પતિને વાતને સમજી લઈને બ્રહ્માજીને તેવું ન કરવા વિનંતી કરે છે. આથી બ્રહ્માજીએ પોતે આપેલા શ્રાપને હળવો કરતા જણાવે છે કે, આ દિવસે ( Guru Pushya Nakshatra ) લગ્ન ભલે નહીં થાય. પરંતુ કોઇપણ શુભ કાર્ય થઈ શકશે અને તેનું શુભ ફળ મળશે.
પુષ્ય નક્ષત્રના મૂહુર્ત
પુષ્ય નક્ષત્ર અને ગુરૂવારનો શુભ સંયોગ ( Guru Pushya Nakshatra ) થાય છે. ગુરુવારે સવારે 9.43 કલાકથી પુષ્ય નક્ષત્રનો પ્રારંભ થાય છે. જેમાં સવારે 11 થી લઈને બપોરે 03.15 કલાક સુધી, તેમ જ સાંજે 4.45 થી લઈને રાત્રે 09.10 કલાક સુધી શુભ મુહૂર્ત છે.
આ પણ વાંચોઃ 60 વર્ષ પછી ખરીદી માટેનો બની રહ્યો છે અત્યંત શુભ સંયોગ, આ વસ્તુઓ ખરીદવાથી થશે લાભ
આ પણ વાંચોઃ સૌરમંડળના સૌથી વિશાળ ગ્રહ Jupiter Direct ભ્રમણ શરુ, જાણો કોને કોને થશે વધુ લાભ