- અમદાવાદમાં આવેલું છે પ્રાચીન શિવાનંદ આશ્રમ
- યોગાસન સહિત અનેક સેવાકીય પ્રવૃત્તિનો સંગમ
- શિવાનંદ આશ્રમને કહેવાય છે તપોભૂમિ
અમદાવાદ : હિન્દુ ધર્મમાં ગુરુ શિષ્યની પરંપરાને ઉજાગર કરતા ગુરુપૂર્ણિમાના ( Guru Purnima 2021 ) તહેવારની આજે શનિવારે ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમમાં ( Shivanand Ashram ) પણ ગુરુપૂર્ણિમાના દિવસે સેવકો દ્વારા આજે શનિવારે ગુરુપૂર્ણિમાના વિશેષ દિવસે પૂજા આરાધના કરવામાં આવી હતી.
આ પણ વાંચો:આજે Guru Purnima ના પાવન પર્વે Bharti Ashram માં ગુરૂપૂજન કરવામાં આવ્યું
શિવાનંદ આશ્રમની ભૂમિ તપોભૂમી
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં 1973માં સ્વામી ચિન્મયાનંદજીના હસ્તે પરમધામનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ શ્રીકૃષ્ણ મંદિરનું શિખર પર કળશમાં ભગવાન શંકરનું ત્રિશૂળ પર શોભે છે જે દર્શાવે છે કેસ, ઈશ્વર એક જ છે ફક્ત નામ રૂપ જુદા જુદા છે શિવાનંદ આશ્રમમાં મહાદેવ મંદિર તથા વનવાસી સ્વરૂપે શ્રી સીતારામજી વીર હનુમાન અને સિદ્ધિવિનાયક ગણપતિ સહિત અનેક મનોહર પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે, જે તમામ ઓલૌકિક અને પ્રાચીન માનવામાં આવે છે. શિવાનંદ આશ્રમમાં અનેક સાધું, સંતો અને વિદ્વાનો દ્વારા તપસ્યા કરવામાં આવેલી છે, જેના કારણે શિવાનંદ આશ્રમની ભૂમિને તપોભૂમિ પણ માનવામાં આવી રહી છે.
શિવાનંદ આશ્રમ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ આ પણ વાંચો:ગુરુ પૂનમના પાવન પ્રસંગે ગુરુદત્ત મહારાજના દર્શનાર્થે મોટી સંખ્યામાં મરાઠી પરિવારો ગિરનારના શરણે
કરવામાં આવે છે સેવાકીય પ્રવૃત્તિ
પ્રાચીન અને આધ્યાત્મિક પરિબળો સાથે જોડાયેલા શિવાનંદ આશ્રમમાં યોગાસનનું મહત્વ ખુબ જ રહેલુ છે. આશ્રમમાં આધ્યાત્મિક અનેક સાંસ્કૃતિક યોગદાનનું ખૂબ જ મહત્વ રહેલું છે. સમાજ કે દેશમાં પરિવર્તન લાવવા માટે વ્યક્તિએ પહેલા પોતાની જાતમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે, તે પરમધામમાં દાયકાઓથી લોકોને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે ઉન્નત બનાવવા ની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. રોજ સવારે આરતી પૂજા સત્સંગ સાથે નાના બાળકો માટે શિશુવિહારના વર્ગો, યુવાનો માટે યુવા કેન્દ્ર અને વૃદ્ધો સહિત તમામ લોકો માટે દર અઠવાડિયે સ્ટડી ક્લાસીસ પણ કરવામાં આવી રહ્યા છે. આશ્રમમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મહંતના જણાવ્યા પ્રમાણે, દર મહિને જરૂરિયાતમંદ લોકોને આનજની કીટ, ભોજન અને આધ્યાત્મિક આપવામાં આવી રહ્યું છે.