- રીઢો આરોપી અઝહર ઉર્ફે અઝરૂદીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલીછે
- ગુનાની દુનીયામાં અઝહર કીટલી કુખ્યાત છે અને અઝહર સામે હવે પોલીસે કરી આંખ
- આરોપીની ગુજસીટોક હેઠળ ગુનામાં કરી ધરપકડ
અમદાવાદઃ લૂંટ, ખંડણી અને મારામારી સહિતના અસંખ્ય ગુના આચરતી કીટલી ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક ગુનો દાખલ કરાયો છે. પોલીસ ગિપફ્તારીમાં રહેલો રીઢો આરોપી અઝહર ઉર્ફે અઝરૂદીન ઇસ્માઇલ શેખ ઉર્ફે કીટલી છે. ગુનાની દુનીયામાં અઝહર કીટલી કુખ્યાત છે અને અઝહર સામે હવે પોલીસે આંખ કરી છે. તેની ગુજસીટોક હેઠળ ગુનામાં ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃગૌવંશ હત્યા અને તસ્કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહીની કરાઇ માગ
કીટલી ગેંગનો મુખ્ય આરોપી અઝહર કીટલી તેનો ભાઈ સરફરાજ કીટલી છે
કીટલી ગેંગનો મુખ્ય આરોપી અઝહર કીટલી તેનો ભાઈ સરફરાજ કીટલી, ઉસ્માનખાન ઉર્ફે શાહરૂખ પઠાણ, ફૈઝાન ઉર્ફે બાદશાહ કુરેશી, અબ્દુલ વહાબ શેખ અને અઝરૂદીન ઉર્ફે કબૂતર શેખ નામના કુલ 6 આરોપી છે. આ આરોપી ભેગા મળી અમદાવાદ શહેર તથા જિલ્લાના વિવિધ વિસ્તારમાં લૂંટ, ધાક ધમકી આપવી, બળજબરીથી પૈસા પડાવવા, ખંડણી, મારામારી તથા આર્મ્સ એક્ટ, જાનથી મારી નાખવાની ધમકી આપવી,સરકારી મિલકત નુકશાન પહોંચાડવું અને ગેરકાયદે ગેંગ રચી ગુનાહિત પ્રવૃતિ અંજામ આપતા હતાં.