- શહેરની વધુ એક ગેંગ સામે ગુજસીટોક નો ગુનો
- પાંચ આરોપીઓ સામે ગાળિયો કસાયો
- એક આરોપીની ધરપકડ જ્યારે અન્ય ચાર અગાઉના ગુનામાં જેલમાં છે
અમદાવાદ- શહેરના પૂર્વ વિસ્તારમાં ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણની એક ગેંગ એ નાકે દમ લાવી દીધો હતો. આ ગેંગના સભ્યોએ 10થી વધુ પ્રકારના અલગ-અલગ ગુનાને અંજામ આપ્યો હતો. જેથી પોલીસે ગૌરવ સહિત પાંચેય આરોપીઓ સામે ગાળિયો કસવા ગુજસીટોકનો ગુનો નોંધ્યો છે. આરોપીઓ 10 વર્ષથી આ ગેંગ ચલાવતા હતા. ત્યારે હથિયાર રાખી કોઈની પર હુમલો કરતા આ આરોપીઓ સહેજ પણ ખચકાતા નહિ.
અમદાવાદમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો છેલ્લા 10 વર્ષથી આ ગેંગ સક્રિય હતી
આ ગેંગના સભ્યોની વાત કરીએ તો તમામ લોકો હત્યા, હત્યાની કોશિશ, વ્યાજખોરી, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ, પ્રોહીબિશન અને આર્મ્સ એકટના ગુના આચરી ચૂક્યા છે. છેલ્લા 10 વર્ષથી આ ગેંગ સક્રિય હતી, જેનાથી પોલીસ ત્રાહિમામ પોકારી ઉઠી હતી. આરોપી ગૌરવ તેના ભાઈ સાથે કોલ સેન્ટર ચલાવતો હતો અને
ગૌરવ ઉર્ફે ગૌરાંગ ચૌહાણે 25 જેટલા ગુના આચર્યા છે.
ગેંગના સંજય ઉર્ફે મેબ્લોની ધરપકડ કરાઇ છે
જ્યારે સંજય ઉર્ફે મેબલો ભદોરીયાએ 12, કૃણાલ ઉર્ફે લાલો બારોટર 10, રાહુલ ઉર્ફે સર્કિટ શાહએ 8 અને અજય ઉર્ફે કાંચો ભદોરીયાએ 6 ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. આમ ગુના આચરવા ગેંગ બનાવનાર સામે હવે પોલીસે ગાળિયો કસી આ ગેંગના સંજય ઉર્ફે મેબ્લોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ હાલ જેલમાં હોવાથી આગામી દિવસોમાં તે લોકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થશે.
અમદાવાદમાં ગુજસીટોકનો ગુનો નોંધાયો પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી તમામ લોકોની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો
આ જ ગેંગના સભ્યો અગાઉ પકડાયા ત્યારે તેઓના ઘરમાંથી પોલીસે રોકડ રકમ કબજે કરી હતી અને આરોપીઓની પૂછપરછ અને તપાસ દરમિયાન આ કબ્જે કરેલા પૈસા ટેબલ પર પોલીસે મુકતા તે પૈસા પોલીસે લઈ લીધા હોવાના આક્ષેપ કરાયા હતા. આમ પોલીસ આ આરોપીઓથી ગુનાઓને અંજામ આપવાથી માંડી આક્ષેપ કરવા સુધી કંટાળી ગઈ હતી અને પ્રજા પણ ત્રાહિમામ પોકારી ઉઠતા પોલીસે ગુજસીટોકનો ગુનો નોંધી તમામ લોકોની શાન ઠેકાણે લાવવાનો પ્રયાસ કર્યો છે.