ગુજરાત

gujarat

ETV Bharat / city

એવું એક મંદિર, જ્યાં ગણેશ ભક્તોના પત્રો સાંભળી કરે છે મનોકામના પુરી - devotees write letters to lord ganesha

વાંચવામાં આ વાત ભલે હસી નાખવા જેવી લાગે. પરંતુ લાખો લોકોના લખેલા પત્રો રોજ ગણપતિ મહારાજ સુધી પહોંચે છે. એક એવા ગણેશ મંદિરની વાત છે, જ્યાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની વાત સાંભળે છે. જી હાં, વાંચવામાં પહેલી વખત વિચિત્ર લાગે પરંતુ આવું મંદિર ગુજરાતમાં જ આવેલું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામના ગણેશ મંદિરમાં ભગવાન પત્રો દ્વારા ભક્તોની માનતા પૂરી કરે છે. ગામના બસસ્ટેન્ડ પાસે જ એક ગણેશ મંદિર છે. આ મંદિરમાં ગણેશજી ભક્તોની પ્રાર્થના પત્ર દ્વારા સાંભળે છે. Ganesh Chaturthi 2022,devotees send latter to ganesh, Ganapati temple in Gujarat

એવું એક મંદિર, જ્યાં ગણેશ ભક્તોના પત્રો સાંભળી કરે છે મનોકામના પુરી
એવું એક મંદિર, જ્યાં ગણેશ ભક્તોના પત્રો સાંભળી કરે છે મનોકામના પુરી

By

Published : Aug 26, 2022, 3:44 PM IST

ન્યુઝ ડેસ્કછેલ્લા 27 વર્ષથી ઢાંકના ગણપતિ મંદિરમાં આ પરંપરા ચાલી આવે છે. હવે તો આ પરંપરાના કારણે જ ઢાંકનું ગણપતિ મંદિર જાણીતું બન્યું છે. સામાન્ય રીતે ભક્તો ભગવાનને પ્રાર્થના કરવા માટે મંદિરે જાય, હાથ જોડીને પ્રાર્થના કરે, બાધા રાખે, પરંતુ ઢાંકના ગણપતિ મંદિરની બાધા રાખવા માટે મંદિર સુધી જવાની જરૂર જ નથી. કારણ કે, અહીં બિરાજેલા ગણપતિ પત્ર (devotees send latter to ganesh) દ્વારા જ તમારી વાત સાંભળી લે છે.

આ પણ વાંચોગણપતિના છે આઠ સ્વરૂપ, જાણો શું છે તેનો મહિમા

ગણેશજીને લખાય છે પત્ર મંદિરના પૂજારી ભરતગિરી ગોસ્વામી કહે છે કે,'આ પરંપરા તેમના પિતા દયાગીરીજીના સમયથી ચાલી આવે છે. શરૂઆતમાં લોકો આશીર્વાદ મેળવવા માટે સગાઈ કે લગ્નની કંકોત્રી મોકલતા. ક્યારેક પોતાનું કામ પુરુ થાય તે માટે બાધા રાખતા. ધીરે ધીરે લોકોએ પત્ર (devotees send latter to ganesh) દ્વારા ભગવાનને વીનવવાની શરૂઆત કરી. લોકોની માનતા પૂરી થવા લાગી અને ત્યારથી આ ચીલો શરૂ થયો. ઢાંકના આ ગણપતિ મંદિરમાં રોજના 50 પત્રો આવે છે. ગણેશોત્સવ દરમિયાન આ આંકડો 150 સુધી પણ પહોંચે છે. જેમાં ભક્તો પોતાની માનતા લખે છે. આ પત્રો આવે એટલે પૂજારી ભરતગિરી ગોસ્વામી તેને એક્ઠા કરીને ગણેશજીની મૂર્તિ સામે ઉભા રહી વાંચી સંભળાવે છે અને ભક્તોને મદદ કરવા વિનંતી કરે છે.

ગણપતિનું વાહન ઉંદર નથી આ મંદિરની બીજી રસપ્રદ વાત એ છે કે, મંદિરમાં ગણપતિનું વાહન ઉંદર નથી. સામાન્ય રીતે દરેક મંદિરમાં ગણપતિની મૂર્તિ પાસે જ મૂષકરાજ પણ હોય છે, પરંતુ ઢાંકના ગણેશ મંદિરમાં ગણપતિજી સિંહ પર બિરાજમાન છે અને સિંહના વાહન ધરાવતા ગણપતિનું મંદિર ગુજરાતમાં (Ganapati temple in Gujarat) આ એક માત્ર છે.

આ પણ વાંચોજાણો શા માટે ગણેશને કહેવામાં આવે છે, એકદંત

સેંકડો પત્રો લખવામાં આવે ભગવાનને લખેલો પત્ર પ્રથમ કિસ્સામાં, તમે તેને મજાક અથવા ટીખળ તરીકે વિચારી શકો છો, પણ આ મજાક નથી! ગુજરાતના એક નાનકડા ગામમાં, લોકો આશીર્વાદ માંગે છે અને તેમની ફરિયાદોને પત્ર લખીને અનોખી રીતે ભગવાનને સંબોધિત કરે છે. ગુજરાતના રાજકોટથી આશરે 120 કિમી દૂર આવેલા ઢાંકના (Ganapati temple in Gujarat dhank) ગણેશ મંદિરમાં ભગવાન ગણેશને તેમના આશીર્વાદ અને કૃપા મેળવવા માટે સેંકડો પત્રો લખવામાં આવે છે.

ભક્તોની ઇચ્છાઓને કરે છે પૂર્ણ છેલ્લા 27 વર્ષથી ભગવાન ગણેશને તેમના આશીર્વાદ અને કૃપા મેળવવા માટે પત્રો લખવાની એક પરંપરા બની ગઈ છે. ઢાંક ગણેશ મંદિરની (Dhak Ganesh Temple) આ પરંપરા એક લોકપ્રિય ઘટના બની છે, જે રાજકોટ અને સમગ્ર ગુજરાતના લોકોને આકર્ષિત કરે છે. શા માટે ભક્તો ભગવાન ગણેશને પત્રો લખે છે? ગ્રામજનોના જણાવ્યા મુજબ, ઢાંક મંદિરમાં ભગવાન ગણેશ ભક્તોની ઇચ્છાઓને પૂર્ણ કરે છે, જ્યારે તેમની ફરિયાદો પત્રો દ્વારા સંબોધવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details