ગુજરાત

gujarat

ETV Bharat / city

દેશના ફાર્મા ઉધોગમાં ગુજરાતનો નોંધનીય ફાળો, જાણો કેટલુ છે યોગદાન - Indian pharma market

ફાર્મા અને હેલ્થકેર કંપનીઓની રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની (Ahmedabad pharma medicines smruti Irani )ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સનો હેતુ હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં મહિલાઓની સમાવેશકતા ઉપર ભાર મૂકવાનો તેમજ મેક ઇન ઇન્ડિયા એજન્ડાને બળ આપવાનો છે.

દેશના ફાર્મા ઉધોગમાં ગુજરાતનો નોંધનીય ફાળો, જાણો કેટલુ છે યોગદાન
દેશના ફાર્મા ઉધોગમાં ગુજરાતનો નોંધનીય ફાળો, જાણો કેટલુ છે યોગદાન

By

Published : May 1, 2022, 3:49 PM IST

Updated : May 1, 2022, 9:06 PM IST

અમદાવાદ: ફાર્મા અને હેલ્થકેર કંપનીઓની રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાની (Ahmedabad pharma medicines smruti Irani ) ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સનો હેતુ હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં મહિલાઓની સમાવેશકતા ઉપર ભાર મૂકવાનો તેમજ મેક ઇન ઇન્ડિયા એજન્ડાને બળ આપવાનો છે.

દેશના ફાર્મા ઉધોગમાં ગુજરાતનો નોંધનીય ફાળો, જાણો કેટલુ છે યોગદાન

ફાર્મા ક્ષેત્રે ગુજરાત અગ્રણી: આ પ્રસંગે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ કમિશ્નર (Food and drugs control commissioner) એચ.જી. કોશિયાએ ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટર, નર્સ, ફાર્મા વગેરેમાં મહિલાઓનો મોટો ફાળો છે. 1960માં ગુજરાતમાં 103 ફાર્મા યુનિટ હતા જે વર્તમાનમાં વધીને 04 હજારથી વધુ છે. 1960માં ગુજરાતમાં ફાર્મા ઉત્પાદન 18 કરોડ જેટલું હતું જે અત્યારે અબજોમાં પહોંચ્યું છે. ભારતમાં 42 બિલિયન ડોલરનું ફાર્માનું માર્કેટ (Indian pharma market) છે. જેમાંથી 24 બિલિયન ડોલરનું એક્સપોર્ટ થાય છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાટણ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું કર્યું લોકાર્પણ, જાણો તેની ખાસિયત

ગુજરાતનો દેશના ફાર્મા ઉત્પાદનમાં 33 ટકા ફાળો (Gujarat Contribution છે. ભારતના ફાર્મા ક્ષેત્રની એક્સપોર્ટમાં ચોથા ભાગનું એક્સપોર્ટ ગુજરાતી કંપનીઓનું છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં 40 ટકાથી વધુ સ્ત્રીઓ કાર્ય કરી રહી છે.

Water Crisis in Gujarat : કચ્છના આ ગામમાં પીવાના પાણીની પળોજણ કેવી વિકટ બની જૂઓ

રિપોર્ટ પ્રધાનને સોપાશે: રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ એસોસિએશનના પ્રમુખ વિરાંચી શાહે જણાવ્યું હતું કે, દેશમાં દર વર્ષે રજીસ્ટર થતા ફાર્મસિસ્ટમાં 55 ટકા મહિલાઓ હોય છે. આ કોન્ફરન્સમાંથી જે આઉટપુટ નીકળશે તેનો રિપોર્ટ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને સોંપવામાં આવશે.

Last Updated : May 1, 2022, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details