- માસ્ક માટે ગુજરાતીઓએ 116 કરોડનો દંડ ભર્યો
- 8 માસમાં ભર્યો કરોડોનો દંડ
- દંડ ભર્યા છતાં અનેક લોકો હજુ માસ્ક વિના
લ્યો બોલો..! માસ્ક માટે ગુજરાતીઓએ 116 કરોડનો દંડ ભર્યો - coronavirus news
કોરોના વાઈરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. તેવામાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ પણ વસુલવામાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતીઓએ 116 કરોડ રૂપિયા માસ્કનો દંડ ભર્યો છે.
અમદાવાદ: કોરોના વાઈરસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. તેવામાં માસ્ક ન પહેરનાર પાસેથી દંડ પણ વસુલમાં આવ્યો છે. ત્યારે અત્યાર સુધી ગુજરાતીઓએ 116 કરોડ રૂપિયા માસ્કનો દંડ ભર્યો છે.
સરકારની તિજોરીમાં 116 કરોડ રૂપિયા માસ્કનો દંડ
માસ્ક ન પહેરવા બદલ સરકાર તરફથી પોલીસને દંડ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે પોલીસને પણ ટાર્ગેટ આપીને માસ્ક નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. માસ્ક માટે અગાઉ 200 રૂપિયા ત્યારબાદ 500 અને હવે 1000 વસૂલવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસે માસ્ક માટે અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાંથી 116 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે.
અમદાવાદમાંથી પણ 20 કરોડ વસૂલવામાં આવ્યા
અમદાવાદ પોલીસે પણ માસ્ક અંગેની ડ્રાઇવ યોજીને અને પેટ્રોલિંગ દરમિયાન માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસુલ્યો છે. અત્યાર સુધી અમદાવાદ પોલીસે 20 કરોડથી વધુ રકમનો દંડ વસૂલ્યો છે. હજુ પણ પોલીસની આ મુહિમ ચાલુ જ રહેશે. માસ્કના દંડની આ રકમ જોઈએ લાગે છે ગુજરાતીઓએ પણ જાણે હમ નહિ સુધરેગે તેવું વિચારી લીધું છે...