ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતી ગાયક રાકેશ બારોટે ગુજરાતી ગીત 'કોના રે ભરોસે' લૉન્ચ કર્યુ - Gujarati song

લોકપ્રિય ગુજરાતી ગાયક રાકેશ બારોટે હમણાં જ સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પોતાનું નવું ઓરિજિનલ ગુજરાતી ગીત 'કોના રે ભરોસે' લૉન્ચ કર્યુ છે. આ ગીત મયુર નાદિયાએ કંપોઝ કર્યુ છે અને આનંદ મેહરાએ ગીતના શબ્દો લખ્યા છે.

ગુજરાતી સમાચાર
gujarati song

By

Published : Sep 23, 2020, 11:59 AM IST

અમદાવાદ : લોકપ્રિય ગુજરાતી ગાયક રાકેશ બારોટે સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર પોતાનું નવું ગીત ‘કોના રે ભરોસે’લૉન્ચ કર્યું છે.આ ગીત એક રસપ્રદ સ્ટોરી સાથે હાર્ટબ્રેક અને વિશ્વાસઘાતની વાત કરે છે. વીડિયોમાં રાકેશ એક એવા વ્યક્તિની ભૂમિકા નિભાવી રહ્યા છે જે અકસ્માતને કારણે દ્રષ્ટિ ગુમાવે છે.

તેની પત્ની આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવે છે અને કોઈ બીજા સાથે સંબંધ બાંધવાનું શરૂ કરે છે. પરંતુ વીડિયોના અંતમાં એક ટ્વિસ્ટ છે, જે દર્શકો માટે આશ્ચર્યજનક બની રહેશે.અવાજમાં પીડા અને ભાવનાઓ સાથે ગાયેલું આ ગીત તમને તેના સુંદર સંગીત અને શબ્દોથી જકડી રાખશે.

ગુજરાતી સમાચાર

રાકેશ બારોટે તેમના નવા ગીતના લોન્ચ પ્રસંગે કહ્યું: " હું ખૂબ ઉત્સાહિત છું કે હું મારું નવું ગીત સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરી રહ્યો છું. હું પ્રથમ વખત સારેગામા સાથે જોડાયો છું, અને આ એક નવી શરૂઆત છે.

હું મારા બધા ચાહકોને વિનંતી કરું છું કે તેઓ મારા પહેલાના ગીતોની જેમ જ મારા આ નવા ગીતને પણ આવકારે અને પસંદ કરે.રાકેશ બારોટનું આ નવું ગીત સારેગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર અપલબ્ધ છે.

ABOUT THE AUTHOR

...view details