ગુજરાતી મંગુભાઈ પટેલ બન્યાં Governor of Madhya Pradesh, જાણો મંગુભાઈ પટેલને - Gujarati Mangubhai Patel appointed Governor of Madhya Pradesh
ગુજરાતના મંગુભાઈ છગનભાઈ પટેલ મધ્યપ્રદેશના 19માં ગવર્નર નિમાયા છે. ગુજરાતના આ ત્રીજા નેતા છે કે જેઓ રાજ્યપાલ બન્યાં છે. આ પહેલાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા હતાં. તેમજ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ Governor of Madhya Pradesh બન્યાં છે.
ગુજરાતી મંગુભાઈ પટેલ બન્યાં Governor of Madhya Pradesh, જાણો મંગુભાઈ પટેલને
By
Published : Jul 6, 2021, 3:29 PM IST
|
Updated : Jul 6, 2021, 4:14 PM IST
પૂર્વ વનપ્રધાન મંગુભાઈ પટેલ બન્યાં રાજ્યપાલ
Governor of Madhya Pradesh તરીકે નિયુક્ત થયાં મંગુભાઈ પટેલ
દક્ષિણ ગુજરાતમાં ભાજપના આદિવાસી નેતા તરીકે સફળ કારકિર્દી
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં ભાજપના આદિવાસી નેતા તરીકે જાણીતા એવા મંગુભાઈ પટેલ ભાજપના સંનિષ્ઠ નેતા રહ્યાં છે તેમ જ લગભગ બધે જ તેમની ખ્યાતિ નખશીખ સજ્જન વ્યક્તિ તરીકેની છે. નવસારીમાંથી આ બીજા નેતા છે જેઓ રાજ્યપાલ પદ ( Governor of Madhya Pradesh )સંભાળશે. આ અગાઉ કોંગ્રેસના જમાનામાં કુમુદબહેન જોશી હતાં જેઓ પણ રાજ્યપાલ બન્યાં હતાં. કુમુદબહેન આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદભાર સંભાળ્યો હતો.
Governor of Madhya Pradesh બનેલાં મંગુભાઈ છગનભાઈ પટેલની સમગ્ર સફર પર એક સરસરી નજર કરીએ તો...
મંગુભાઈનો જન્મ 1 જૂન, 1944ના રોજ ગુજરાતના નવસારીમાં થયો
મંગુભાઈએ ધોરણ 9 સુધી શિક્ષણ મેળવ્યું છે
તેમના પત્નીનું નામ નર્મદાબહેેન અને સંતાનમાં તેમને ત્રણ પુત્રીઓ છે
વ્યવસાયઃ સમાજસેવા
મંગુભાઈ સી. પટેલ ગુજરાતના નવસારીથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સનિષ્ઠ કાર્યકર રહ્યાં છે
જનસંઘના સમયથી તેઓ કાર્યકર રહ્યાં છે
તેઓ નવસારીમાં વિધાનસભા બેઠક જીત્યાં હતાં
નવસારીમાં પાંચ ટર્મ અને ગણદેવીમાં એક ટર્મ ધારાસભ્ય રહ્યાં હતાં.
27 વર્ષ સુધી તેઓ ધારાસભ્ય પદે રહ્યાં
1998-2001 સુધી તેઓ આદિજાતિ કલ્યાણ અન કુટિર ઉદ્યોગપ્રધાન (સ્વતંત્ર હવાલો)
2001થી 2002 સુધી તેઓ આદિજાતિ કલ્યાણ (સ્વતંત્ર હવાલો) પ્રધાન
2002થી 2012 સુધી તેઓ આદિજાતિ કલ્યાણ, વન અને પર્યાવરણ પ્રધાન
2013માં ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર બન્યાં હતાં.
ભાજપના વરિષ્ઠ આદિવાસી નેતા મંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના ગવર્નર ( Governor of Madhya Pradesh )બનાવાયાંના સમાચારને પગલે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રુપાણીએ અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ટ્વીટ કરીને મંગુભાઈને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ અગ્રણી ભાજપ નેતાઓએ મંગુભાઇને ગવર્નર તરીકે નિયુક્તિને લઇને શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યપ્રધાને આપી શુભેચ્છા
ભરત પંડ્યાની પ્રતિક્રિયા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સીનીયર નેતા ભરતભાઈ પંડ્યાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના રાજ્યપાલ ( Governor of Madhya Pradesh ) પદે મંગુભાઈ પટેલના નામનો જે નિર્ણય લેવાયો છે, તે એકદમ યોગ્ય છે. મંગુભાઈ પટેલ જનસંઘ વખતથી પાયાના કાર્યકર રહ્યાં છે. તેમણે એક સનિષ્ઠ કાર્યકર તરીકે ગુજરાતના આદિવાસીઓની નિસ્વાર્થભાવે સેવા કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું મંગુભાઈ પટેલ એક સજ્જન વ્યક્તિ છે. સંવેદનશીલ પણ છે અને પોતાના કામ પ્રત્યે કમિટમેન્ટ ધરાવતા વ્યક્તિ છે. આદિવાસી બેલ્ટમાં તેમણે ખૂબ સેવા કરી છે. ઉમરને કારણે ટિકીટ ન મળી, પણ તેમ છતાં પાર્ટી પ્રત્યે વફાદાર રહ્યાં છે. એવા મંગુભાઈ પટેલનું નામ ગવર્નર ( Governor of Madhya Pradesh ) પદે જાહેર થતાં ગુજરાતીઓ વધુ ખુશ થયાં છે.