- અમદાવાદના વ્યક્તિએ ખોલી ભારતની પ્રથમ વેટરનરી વેન્ટિલેટર હોસ્પિટલ
- એક બિન-નફાકારક પશુચિકિત્સા હોસ્પિટલ
- સંપૂર્ણ સુસજ્જ ઓટી રૂમ અને ભારતનું પ્રથમ પશુવૈદ વેન્ટિલેટર
ન્યૂઝ ડેસ્ક: સુવિધાના અભાવને કારણે એક વર્ષ પહેલાં પોતાનું પાલતુ ગુમાવનાર શૈવલ દેસાઈએ (Shaival Desai) હવે "પાલતુ પ્રાણીઓને લગતી દરેક વસ્તુ માટે વન- સ્ટોપ સોલ્યુશન ખોલ્યું છે. એક બિન-નફાકારક પશુચિકિત્સા હોસ્પિટલ (India's first veterinary ventilator hospital in Ahmedabad) ખોલી છે. અમદાવાદના આ હોસ્પિટલ સંપૂર્ણ સુસજ્જ ઓટી રૂમ સાથે ભારતનું પ્રથમ પશુવૈદ વેન્ટિલેટર સાબિત થયું છે.
એક વર્ષ પહેલાં મેં મારો શ્વાન ગુમાવ્યો તે એક પીડાદાયક સમય હતો: શૈવલ
'બેસ્ટબડ્સ પેટ હોસ્પિટલ'ના સ્થાપક શૈવલ દેસાઈએ (Shaival Desai) જણાવ્યું હતું કે, "પાળતું પ્રાણીઓ માટે મલ્ટી- સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો, જ્યારે એક વર્ષ પહેલાં મેં મારો શ્વાન ગુમાવ્યો. તે એક પીડાદાયક સમય હતો. તેની સારવાર થઈ શકી ન હતી. સુવિધાઓની અછતને કારણે જ્યારે મેં પાળતું પ્રાણીઓ માટે હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું."