અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર મલ્હાર ઠાકરે પણ દેશ પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી અને તે અંગે પોસ્ટ લખીને પોતાના ફેન્સને માહિતી આપી હતી. મલ્હાર ઠાકરે Covid-19 વાઇરસ સામેની લડતમાં પીએમ કેર્યસ ફંડમાં પોતાના તરફથી રૂપિયા 1 લાખનું દાન કર્યુ હતું. મલ્હારે હંમેશા એક જવાબદાર વ્યક્તિત્વની છાપ છોડી છે.
ગુજરાતી ફિલ્મ સ્ટાર મલ્હાર ઠાકરે આટલી રકમ આપી પીએમ કેર્યસ ફંડમાં - મલ્હાર ઠાકર
ગુજરાતી ફિલ્મના સ્ટાર મલ્હાર ઠાકરે પણ પીએમ કેયર્સમાં દાન આપ્યું છે. આ સાથે જ તેમણે 20 હજારનું દાન મુંબઇની થિએટર ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા દાડિયા કામદારો તથા 20 હજાર રૂપિયા અમદાવાદની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દાડિયા કામદારોને આપ્યા છે.
મલ્હાર ઠાકર
મલ્હારે 20 હજારનું દાન મુંબઇની થિએટર ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારા દાડિયા કામદારો તથા 20 હજાર રૂપિયા અમદાવાદની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દાડિયા કામદારોને આપ્યાં છે. વળી 25000ની કિટ સ્પોટબોય્ઝ માટે અને 5000ની રકમ સ્ટ્રે ડૉગ્ઝ માટે પણ આપી છે. મલ્હારના પાત્રો બેફિકરા હોઇ શકે છે પણ તે વાસ્તવિકત જીવનમાં મદદગાર દયાળુ સ્વભાવના છે.