ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના લોકડાઉન બાદ નાના કલાકારોને રોજી મળે તે હેતુથી ગુજરાતી ફિલ્મના શૂટિંગની થઈ શરૂઆત

કોરાના મહામારીને કારણે છેલ્લા કેટલાક મહિનાથી કલાકારો ઘરે બેઠા છે. તેમના માટે નવરાત્રી તેમજ ફિલ્મના શૂટિંગના દિવસો કમાણીના હોય છે. પરંતુ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા ઉજવાતો રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવાય તેવી સત્તાવાર જાહેરાત કરી છે, ત્યારે ફિલ્મ પ્રેમ અનુબંધ ના નિર્માતા અને કલાકાર પ્રકાશ ગઢવીએ પોતાની ફિલ્મનું શૂટિંગ વહેલું શરુ કરી અનેક કલાકારો સહિત ટેક્નિશયને રોજગારી આપી છે.

Gujaratifilm
ગુજરાતી ફિલ્મ

By

Published : Sep 30, 2020, 10:31 AM IST

Updated : Sep 28, 2022, 3:54 PM IST

અમદાવાદ: કોરોનાના સમયમાં દરેક કામ, નોકરી ધંધા બંધ થયા હતા અને અનલોકમાં ધીરે ધીરે જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે દરેક વ્યવસાય ખુલી રહ્યા છે. મનોરંજનના માધ્યમો ખાલી ઓનલાઇન પ્લેટફોર્મ પર જ જોવા મળી રહ્યા છે અને નાટ્યગૃહો તથા સિનેમાઘરો હજુ બંધ છે. આ સમયમાં ઘણા કલાકાર સંગઠનો દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી રહી છે કે, તેમના રોજગાર ચાલુ થઈ શકે તે માટે નવરાત્રી જેવા તહેવાર અને નાટ્યગૃહો સિનેમાઘરો શરૂ કરવામાં આવે, પરંતુ સરકાર કોરોનાના સમયમાં આ પ્રકારની મંજૂરી આપી શકે તેમ નથી.

ગુજરાતી ફિલ્મોના શૂટિંગ પણ કોરોના અને લોકડાઉનના કારણે બંધ હતા. જેથી નાના કલાકારો, ટેક્નિશ્યનો અને અન્ય લાઈટ સાઉન્ડ ઓપરેટરને પણ ઘરે બેસવાનો વારો આવ્યો હતો. અનલોકમાં સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઈન બહાર પાડીને ફિલ્મોના શૂટિંગ માટે મંજૂરી આપી હતી.

કોરનાના સમયમાં નાના કલાકરો અને ટેક્નિશ્યનોને રોજગારી મળી રહે તેવા આશયથી ગુજરાતી સિનેમાના નિર્માતા પ્રકાશ ગઢવીએ પોતાની ફિલ્મ "પ્રેમ અનુબંધ"નું શૂટિંગ જે ડિસેમ્બર મહિનામાં શરૂ કરવાના હતા, પરંતુ હાલના સમયમાં દરેક કલાકારોના ઘર ચાલી શકે તે માટે સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને ફિલ્મનું શૂટિંગ વહેલા શરૂ કર્યું છે. કલાકાર તરીકે પ્રકાશ ગઢવીએ ગુજરાતી નાટક , સિરિયલ અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મહાનગરી મુંબઇમાં પણ ગુજરાતી નાટક, કાસ્ટિંગ અને ઇવેન્ટના કામ કરી ચુક્યા છે.

"પ્રેમ અનુબંધ" ફિલ્મમાં નિર્માતા અને ફિલ્મના મુખ્ય કલાકાર પણ છે. આ ફિલ્મના અન્ય નિર્માતા નવરંગ ચાવડા, નિમેષ દેસાઈ અને બરખા પાટીદાર છે. આ ફિલ્મનું દિગ્દર્શન મુંબઇના દિગ્દર્શક ઉર્વીશ પરીખ કરી રહ્યા છે. જેઓ પહેલા પણ ગુજરાતી ફિલ્મો બનાવી ચુક્યા છે.

લોકડાઉનમાં જ્યારે કલાકાર સંગઠનો સરકારની રાહ જોઈ રહ્યા છે, ત્યારે આવા ફિલ્મ નિર્માતાઓ આગળ આવીને કલાકારોને કામ આપી રોજીરોટી આપી રહ્યા છે. તે આવકાર્ય છે.

Last Updated : Sep 28, 2022, 3:54 PM IST

ABOUT THE AUTHOR

...view details