ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતી ફિલ્મનું પોસ્ટર પ્રથમવાર કેન્દ્રીયપ્રધાનના હસ્તે રિલીઝ થયું - Padmshree Devendra Patel

કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહ પટેલ દ્વારા ગુજરાતી ફિલ્મ 'અલંકૃતા'નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. પ્રહલાદસિંહ પટેલ પહેલા કેન્દ્રીય પ્રધાન છે જેમણે ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યુ હોય, આ ગુજરાતી ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાતી ફિલ્મનું પોસ્ટર પ્રથમવાર કેન્દ્રીયપ્રધાનના હસ્તે રિલીઝ થયું
ગુજરાતી ફિલ્મનું પોસ્ટર પ્રથમવાર કેન્દ્રીયપ્રધાનના હસ્તે રિલીઝ થયું

By

Published : Mar 13, 2021, 7:57 PM IST

  • પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ લિખિત નવલકથા 'અલંકૃતા' પરથી બનાવવામાં આવી રહી છે ફિલ્મ
  • ફિલ્મ ગુજરાત સહિત દેશવિદેશમાં પણ રિલીઝ કરવામાં આવશે
  • ગુજરાતના પર્યટન સ્થળોને પ્રોત્સાહન આપવા તે સ્થળ ઉપર શૂટિંગ કરાશે

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'અલંકૃતા'નું પોસ્ટર કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં ફિલ્મના લેખક, પ્રોડ્યુસર, દિગ્દર્શક, કલાકાર, સંગીતકાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ફિલ્મ કેનેડા, યુરોપ, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકામાં પણ રિલીઝ કરાશે

પદ્મશ્રી એવોર્ડ સન્માનિત દેવેન્દ્ર પટેલ દ્વારા લિખિત નવલકથા 'અલંકૃતા' લાખો લોકોએ વાંચી છે. નવલકથાને મળેલા પ્રતિસાદને લઈને હવે નવલકથા પરથી ફિલ્મ બનાવા જઇ રહી છે. આ ફિલ્મ નીપા સિંહ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ નેશનલ અવૉર્ડ વિનર ગુજરાતી ફિલ્મ રેવાના મુખ્ય અભિનેતા ચેતન ધાનાણી સાથે ETV BHARATની ખાસ વાતચીત

પતિપત્નીના સંબંધમાં આવતા ઉતારચઢાવની દિલધડક કહાની

'અલંકૃતા'ની કથામાં યુવાન પતિપત્નીના સંબંધમાં આવતા ઉતારચઢાવની દિલધડક કહાની છે જે કથા માનવીય લાગણીઓને સુંદર રીતે પ્રદર્શિત કરે છે. આ ફિલ્મ ગુજરાત અને મુંબઇ સહિત દેશના મોટા શહેરો કે જ્યાં ગુજરાતી લોકો વસતાં હોય તે જગ્યાએ રિલીઝ કરવામાં આવશે. સાથે સાથે આ ફિલ્મ કેનેડા, યુરોપ, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને આફ્રિકામાં પણ રિલીઝ કરાશે.

આ પણ વાંચોઃ જામનગરમાં ફિલ્મ જસ્ટિસની સ્ટારકાસ્ટ ફિલ્મ પ્રમોશન માટે આવી

આ ફિલ્મમાં મુખ્ય કલાકાર તરીકે જય સોની અને શ્વેતા સિંહા પાત્ર ભજવી રહ્યાં છે. ફિલ્મનું સંગીત સમીર-માનાની જોડી દ્વારા આપવામાં આવ્યું છે

ABOUT THE AUTHOR

...view details