- 20 ઓક્ટોબરે થયા હતા કોરોના સંક્રમિત
- ગુજરાતી સિનેમાના મિલેનિયમ મેગાસ્ટાર તરીકે ઓળખવામાં આવતા
- 3 દિવસ પહેલા જ મોટાભાઈ મહેશ કનોડિયાનું નિધન
- મહેશ નરેશની જોડી દેશ વિદેશમાં પ્રચલિત
અમદાવાદ :20 ઓક્ટોબરના દિવસે નરેશ કનોડિયા કોરોનાથી સંક્રમિત થયા હતાં. જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમને આજે અંતિમ શ્વાસ લીધા છે.
નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન
જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમા નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે 20 ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’
22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાનો એક ફોટો સામે આવ્યો હતો. જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.
આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ…તારો બાપ ભગાડે’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.