ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યૂથ કોંગ્રેસનો અમદાવાદના યુવાનોનું મન કળવા પ્રયાસ, મેનિફેસ્ટો માટે કસરત કરી - Gujarat Congress Manifesto

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇ એક્શનમાં ગુજરાત યૂથ કોંગ્રેસ એક્શનમાં દેખાઈ રહી છે. અમદાવાદના લો ગાર્ડનમાં બોલો સરકાર કાર્યક્રમમાં યૂથ કોંગ્રેસે અમદાવાદના યુવાનોનું મન કળવા પ્રયાસ કર્યો હતો. આ વાતચીતમાં ગુજરાત કોંગ્રેસનો મેનિફોસ્ટો કેવો હોવો જોઈએ તે મુદ્દો પણ શામેલ હતો. Gujarat Youth Congress Opinion in Ahmedabad, Gujarat Assembly Election 2022, Gujarat Congress Manifesto

ગુજરાત યૂથ કોંગ્રેસનો અમદાવાદના યુવાનોનું મન કળવા પ્રયાસ, મેનિફેસ્ટો માટે કસરત કરી
ગુજરાત યૂથ કોંગ્રેસનો અમદાવાદના યુવાનોનું મન કળવા પ્રયાસ, મેનિફેસ્ટો માટે કસરત કરી

By

Published : Aug 25, 2022, 8:47 PM IST

અમદાવાદગુજરાત કોંગ્રેસ દ્વારા મિશન 2022 માં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઈ બોલો સરકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે ગુજરાત યૂથ કોંગ્રેસ દ્વારા લો ગાર્ડન પાસે લારી ગલ્લાવાળા તથા યુવાનોના મત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ને લઇ એક્શનમાં ગુજરાત યૂથ કોંગ્રેસ એક્શનમાં દેખાઈ રહી છે

લો ગાર્ડન પાસે યોજાયો બોલો સરકાર કાર્યક્રમગુજરાત કોંગ્રેસ હાલ સત્તા મેળવવા માટે થઈ સતત હવાતિયાં મારી રહી છે. જેને લઈ સતત અલગ અલગ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત યીથ કોંગ્રેસ દ્વારા બોલો સરકાર કાર્યક્રમ અંતર્ગત લો ગાર્ડનની આસપાસ યુવાનો સાથે સંવાદ કરી તેઓનો મત જાણ્યો હતો. યુવાનોને એ પૂછવામાં આવ્યું હતું કે તેઓના ભવિષ્ય માટે અને ગુજરાતના ભવિષ્ય માટે ગુજરાત કોંગ્રેસનો મેનિફોસ્ટો કેવો હોવો જોઈએ અને તેઓને શું તકલીફો છે.

આ પણ વાંચો પૂર્વ કેન્દ્રીય પ્રધાન દિનશા પટેલની તબિયત લથડી, હોસ્પિટલમાં કરાયા ભર્તી

આ કાર્યક્રમમાં ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા , ગુજરાત યુથ કોંગ્રેસ પ્રભારી મનીષ ચૌધરી , પ્રભારી મંત્રી મહંમદ શાહિદ સહિત યૂથ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો વીડિયો બનાવોને ઈનામ લઈ જાઓ, યુવાનોને આકર્ષવાનો કૉંગ્રેસનો નવો નૂસખો

અનેક મુદ્દે થઈ ચર્ચાગુજરાત યૂથ કોંગ્રેસે યુવાનો સાથેના સંવાદમાં અનેક લોકોએ મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવા અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તો બીજી તરફ એચએ કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે પણ શિક્ષણ અંગે અનેક વાતો ગુજરાત યૂથ કોંગ્રેસ સાથે કરી હતી. Gujarat Youth Congress Opinion in Ahmedabad , Gujarat Congress Manifesto , Gujarat Assembly Election 2022, બોલો સરકારમાં યૂથ કોંગ્રેસનો યુવાનોનું મન કળવા પ્રયાસ, ગુજરાત કોંગ્રેસ મેનિફેસ્ટો માટેની કસરત , ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022

ABOUT THE AUTHOR

...view details