- ત્રણ દિવસ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે
- 9 જાન્યુ.થી 11 જાન્યુ. સુધી હળવો વરસાદ આવશે
- 11 જાન્યુઆરીથી ગુજરાતમાં કડકડતી ઠંડી
અમદાવાદ- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 9થી 11 જાન્યુઆરી એમ ત્રણ દિવસ માવઠુ થવાની સંભાવના છે. જો કે આજે શુક્રવારે ગુજરાતમાં કેટલાક સ્થળોએ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ વધશે, તેવી ગણતરી છે અને 11 જાન્યુઆરી પછી ઠંડીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થશે.
ક્યાં ક્યાં વરસાદ પડશે
સાઉથઈસ્ટ અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેને કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રના ભાવનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.
નલીયા સૌથી વધુ ઠંડુંગાર
આજે શુક્રવારે નલીયા લઘુત્તમ તાપમાન 7.2 ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડું રહ્યું હતું. રાજકોટમાં 9.8 ડિગ્રી, પોરબંદર 10.8 ડિગ્રી, કેશોદ 10.8 ડિગ્રી, ભૂજ 10.3 ડિગ્રી, ડીસા 11.8 ડિગ્રી, અમદાવાદમાં 16.1 ડિગ્રી, ગાંધીનગર 15.5 ડિગ્રી, સુરેન્દ્રનગર 11.5 ડિગ્રી અને વડોદરામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સાથે મહત્તમ તાપમાન પણ સામાન્ય વધ્યું હતું.