- ખેડૂતોએ સારા વરસાદ (Rain) માટે રાહ જોવી પડશે
- હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે
- ભાવનગર, વલસાડ, નવસારી, દીવ અને ગીર સોમનાથમાં વરસાદ
અમદાવાદ- આગામી 24 કલાક દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે તેમ છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી છૂટાછવાયો વરસાદ (Rain) થશે. કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, ચોમાસું હોવાને કારણે હળવા ઝાપટાં પડી શકે છે, એમ હવામાન વિભાગે (Meteorological Department Forecast) જણાવ્યું હતું.
હવામાન વિભાગના ડાયરેક્ટર શું કહી રહ્યાં છે?
હવામાન વિભાગના (Meteorological Department) ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે દીવ, ભાવનગર, અમરેલી, પોરબંદર ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં બે દિવસ વરસાદ (Rain) રહેશે. 5 દિવસ વરસાદી માહોલ રહેશે પણ ભારે વરસાદ નહીં થાય. બનાસકાંઠા, વલસાડ, નવસારીમાં વરસાદ આવી શકે છે. અમદાવાદમાં હળવા ઝાપટાં આવે, પણ ભારેથી અતિભારે વરસાદ આવવાની કોઈ શકયતા નથી.
આ પણ વાંચોઃ અમદાવાદમાં સામાન્ય વરસાદમાં વિસ્તારોમાં પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા
ગુજરાતમાં ભારે બફારો
ગુજરાતમાં છેલ્લા પાંચ છ દિવસથી સવારે અને બપોરે ભારે બફારો અનુભવાઈ રહ્યો છે. લોકો બફારાથી કંટાળ્યા છે. હવે તો વરસાદ આવે તો સારું તેવું અનુભવી રહ્યાં છે પણ વરસાદ (Rain) રાહ જોવડાવી રહ્યો છે. પ્રથમ વરસાદમાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી નાંખી છે અને બીજા કેટલાક ખેડૂતો વાવણી માટેના બીજા વરસાદની રાહ જોઈ રહ્યાં છે. કારણ કે તૌકતે વાવાઝોડાને કારણે વરસાદી સિસ્ટમ ખોરવાઈ શકે છે, તેવી ખેડૂતોમાં ચર્ચા હતી. પણ હવામાન વિભાગની (Meteorological Department Forecast) આગાહી મુજબ આ વખતે 99 ટકાથી વધુ વરસાદ છે.