- ગૂજરાત વિદ્યાપીઠનો 67મો પદવીદાન સમારોહ યોજાયો
- 1665 વિદ્યાર્થીઓને ઓનલાઇન ઓફલાઇન પદવી એનાયત કરાઈ
- કોરોનાને ધ્યાને રાખીને કુલ નવ જગ્યા પદવી એનાયત કરાઈ
- આ વર્ષે એક પણ વિદેશી વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી નહીં
અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠમાં પદવીદાન સમારોહ (Gujarat Vidyapith Convocation) યોજાયો હતો. જેમાં કુલપતિ ઇલાબેન ભટ્ટ કુલનાયક રાજેન્દ્ર ખીમાણી અને મુખ્ય અતિથિ તરીકે પ્રોફેસર પંકજ ચંદ્રા હાજર રહ્યાં હતાં. પદવીદાન સમારોહમાં ગૂજરાત વિદ્યાપીઠના ઓનલાઇન અને ઓફલાઇન એમ કુલ 1665 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમને પદવી એનાયત કરવામાં આવી હતી. ગત વર્ષે કોરોનાના કારણે પદવીદાન સમારોહ યોજાયો ન હતો જેથી આ વર્ષે બંને વર્ષના વિદ્યાર્થીઓને એકસાથે પદવી એનાયત કરવામાં આવી હતી.
ઇલાબેન પટેલે આપ્યો સંદેશ
આ પ્રસંગે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ઇલાબેન પટેલે જણાવ્યું કે આજે આપણે અહીં અહિંસાની સાચી સમજ ઓળખીયે. આપણે અહીં તેના અભ્યાસને દરેક વિદ્યાશાખામાં જોડવાના છે સમાજ શાસ્ત્રમાં તો હિંસા સમજવાની છે પરંતુ વાણિજ્ય અને વિનિમય શાખામાં પણ હિંસા સમજવાની છે. ઇલાબેને દેશમાં ચાલી રહેલી હિંસાના માહોલની સમજ આપતા અહિંસાનો પાઠ (Gujarat Vidyapith Convocation) વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો.