અમદાવાદ: કોરોનાનું સંક્રમણ સતત વધવાના કારણે સરકારે ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022ને રદ્દ કરવાનો મહત્વનો નિર્ણય(Decision to cancel Gujarat Vibrant Summit 2022) લિધો હતો. આજે જીતુ વાઘાણી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને આ બાબતે માહિતી આપી(Statement of Jeetu Waghani) હતી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022ને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી
જીતુ વાઘાણીએ વાઇબ્રન્ટ રદ્દ અંગે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં દેશ દુનિયામાંથી અનેક લોકોએ આપણને સાથ આપ્યો છે, ત્યારે આ સમિટમાં અલગ અલગ ક્ષેત્રોમાંથી mou પણ કરવામાં આવ્યા હતા, ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2022ને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આગામી સમયમાં પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બીજા નિર્ણયો પણ લેવામાં આવશે, ત્યારે 7 તારીખે નવી sop તૈયાર કરીને બીજા નિર્ણયો લેવામાં આવશે.