અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં અલગ-અલગ ફેકલ્ટીની પરીક્ષાઓ જાહેર કરવામાં આવી છે. પરંતુ વિદ્યાર્થીઓ હજી પણ અસમંજસમાં જોવા મળી રહ્યા છે. કારણ કે, કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈ ભય જોવા મળી રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીનો ટોલ ફ્રી નંબર બંધ, ABVP વિદ્યાર્થી સંગઠને કરી રજૂઆત
કોરોના વાઇરસની મહામારી વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓની જાહેરાત કરવામાં આવી છે. જો કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક તરફ દિવ્યાંગોની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી તો બીજી તરફ વિદ્યાર્થીઓના સંપર્ક માટે જાહેરાત કરવામાં આવેલ ટોલ ફ્રી નંબર બંધ હોવાની ABVP દ્વારા યુનિવર્સિટી રજિસ્ટ્રારને રજૂઆત કરવામાં આવી છે.
હાલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે કોઈ મુશ્કેલી ન પડે તે માટે થઈ નજીકના સેન્ટરમાં સિલેક્શન કરવામાં આવી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે થઈ યુનિવર્સિટી દ્વારા ટોલ ફ્રી નંબર તો જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ તે ટોલ ફ્રી નંબર બંધ હોવાનો ABVP દ્વારા દાવો કરવામાં આવ્યો છે, તેને લઇ ABVP સંગઠન સક્રિય બન્યું હતું હવે તેને લઇ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
ABVPના પ્રતીક મિસ્ત્રી દ્વારા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈ વિદ્યાર્થીઓ ટોલ ફ્રી નંબર પર જ્યારે સંપર્ક કરતા હોય છે ત્યારે નંબર બંધ આવતો હોય છે. તો બીજી તરફ એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓ માટે કોઈપણ જાતની સ્પષ્ટતા ન કરવામાં આવતા એટીકેટીના વિદ્યાર્થીઓ પણ હાલ અસમંજસમાં જોવા મળી રહ્યા છે.