ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીઃ વિદ્યાર્થિનીએ પરીક્ષા આપ્યા છતાં ગેરહાજર બતાવી નાપાસ કરી - exam update

કોરોનાના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ફેબ્રુઆરી માસમાં ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેથી કેટલાક વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા પસંદ કરીને પરીક્ષા આપી હતી, પરંતુ જ્યારે પરિણામ આવ્યું ત્યારે એક વિદ્યાર્થિનીને ગેરહાજર બતાવીને નાપાસ કરવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીઃ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપ્યા છતાં ગેરહાજર બતાવી નાપાસ કરી
ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીઃ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપ્યા છતાં ગેરહાજર બતાવી નાપાસ કરી

By

Published : Apr 5, 2021, 9:15 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીની વધુ એક બેદરકારી સામે આવી
  • વિદ્યાર્થિનીએ ઓનલાઈન પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર બતાવીને નાપાસ કરી
  • સ્ટેટ્સ વિષયમાં વિદ્યાર્થિનીને નાપાસ કરી

અમદાવાદઃ ફેબ્રુઆરી માસમાં ગુજરાત યુનિવર્સિટીની બી.કોમના 5માં સેમેસ્ટરની પરીક્ષા લેવાઈ હતી, જેનું પરિણામ જાહેર થયું છે. પરિણામમાં ધૃતિ પટેલ નામની વિદ્યાર્થિનીને નાપાસ જાહેર કરવામાં આવી છે. 13 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધીમાં ધૃતિએ તમામ પરિક્ષા ઓનલાઇન આપી હતી અને પરિક્ષા આપ્યા બાદ જ્યારે સબમિટ કર્યું ત્યારે યુનિવર્સિટી તરફથી થેંક યુનો જવાબ પણ મળ્યો હતો, પરંતુ જ્યારે પરિણામ આવ્યું તો તેમાં ધૃતિને સ્ટેટ્સ વિષયમાં ગેરહાજર બતાવવામાં આવી છે. જેને કારણે તેને નાપાસ જાહેર કરવામાં આવી છે. અન્ય વિષયમાં પાસ હોવા છતાં એક વિષયમાં આ રીતે નાપાસ કરતા વિદ્યાર્થિની ચિંતામાં મુકાઈ છે.

ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીઃ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપ્યા છતાં ગેરહાજર બતાવી નાપાસ કરી

આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટીને મેઈલ ન મળતા વિદ્યાર્થીને કરાયો ફેેઈલ

વિદ્યાર્થીની દ્વારા રજૂઆત કરાશે તો ધ્યાન દોરી પરિણામ આપવામાં આવશે

આ અંગે ETV Bharat દ્વારા પરીક્ષા નિયામક કલ્પીન વોરાને વાત કરતા તેમને જણાવ્યું હતું કે, આ પ્રકારની કોઈ સમસ્યા થઇ હોય તે ધ્યાનમાં નથી. જેથી વિદ્યાર્થિની દ્વારા રજૂઆત આવશે તો ધ્યાન દોરીને ફરીથી પરિણામ આપવામાં આવશે. ત્યારે ક્યાં સુધી યુનિવર્સિટીની બેદરકારીને લીધે વિદ્યાર્થીઓ ભોગ બનતા રહેશે.

ગુજરાત યુનિવર્સિટીની બેદરકારીઃ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપ્યા છતાં ગેરહાજર બતાવી નાપાસ કરી

આ પણ વાંચોઃગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં બેદરકારી

ABOUT THE AUTHOR

...view details