ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat University પણ હવે કોરોના પીડિત વિદ્યાર્થીઓની સહાય કરશે - ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા

કોરોના કાળને દોઢ વર્ષ જેટલો સમય વિતી ગયો છે ત્યારે આ મહામારીમાં લોકો આર્થિક, માનસિક અને શારીરિક રીતે હેરાન થયા છે. ત્યારે અનેક પરિવારના પોતાના મોભી ગુમાવ્યા છે તો કેટલાક પરિવારના સભ્યોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. મહામારીને કારણે અનેક લોકો હજી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિનો શિક્ષણ વિભાગ પર પણ અસર પડી છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) વિદ્યાર્થીઓની મદદ કરશે.

Gujarat University પણ હવે કોરોના પીડિત વિદ્યાર્થીઓની સહાય કરશે
Gujarat University પણ હવે કોરોના પીડિત વિદ્યાર્થીઓની સહાય કરશે

By

Published : Aug 2, 2021, 1:09 PM IST

  • ગુજરાત યુનિવર્સિટીની (Gujarat University) કોરોના પીડિત વિદ્યાર્થીઓ માટે અનોખી સહાય
  • ગુજરાત યુનવર્સિટીની (Gujarat University) પહેલ, કોરોના પીડિત વિદ્યાર્થીઓને માત્ર ફી નહીં, સ્ટાર્ટ અપ (Start up) અને જોબ માટે પણ મદદ કરશે
  • વિદ્યાર્થીના સ્ટાર્ટઅપ (Start up) પાછળનો તમામ ખર્ચ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ઉઠાવશે
  • વિદ્યાર્થીને ભણ્યા બાદ નોકરી (Job) અપાવવા પણ ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) મદદ કરશે

અમદાવાદઃ કોરોના મહામારીના કારણે લોકોની કેવી કફોડી હાલત થઈ છે. તે તમામની સામે છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) કોરોના પીડિત વિદ્યાર્થીઓની મદદ માટે આગળ આવી છે. ગુજરાત યુનિવર્સિટી જે વિદ્યાર્થીના પરિવારમાંથી કોઈને કોરોના થયો હોય અથવા તો કોરોનાથી મોત થયું હોય તેવા પરિવારના વિદ્યાર્થીને સરકારે જાહેરાત કરી તે સિવાય પણ મદદ કરશે.

આ પણ વાંચો-ગુજરાત યુનિવર્સિટીમાં 90 નવા કોર્ષ શરૂ

વિદ્યાર્થીઓને પગભર થવામાં યુનિવર્સિટી પૂરી મદદ કરશે

ગુજરાત યુનિવર્સિટી આવા વિદ્યાર્થીને સ્ટાર્ટઅપ અને એમ્પ્લોયમેન્ટ (Startup and Employment)માં મદદ કરશે ત્યારે વિદ્યાર્થી સ્ટાર્ટઅપ(Start up) માટે કોઈ આઈડિયા લઈને આવશે અને તે આઈડિયા યોગ્ય હશે તો ગુજરાત યુનિવર્સિટી તેના પર તમામ ખર્ચ કરશે અને વિદ્યાર્થી પોતાના પગ પર ઉભો થાય તે માટે પ્રયત્ન કરશે. અભ્યાસ પછી પણ વિદ્યાર્થીને નોકરી (Job) અપાવવા માટે પણ યુનિવર્સિટી મદદ કરશે. પ્લેસમેન્ટ (Placement) કે અન્ય પ્રક્રિયાથી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મદદ કરશે.

વિદ્યાર્થીઓની પરીક્ષા માટે બીજી તક અપાશે

આ ઉપરાંત કોરોના કાળમાં અનેક વિદ્યાર્થીઓ હતાશ થઈ ગયા છે, જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર અસર પડી છે. વિદ્યાર્થીઓને કોરોના લીધે પરીક્ષા ન આપી શક્યા હોય. તેવા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. ત્યારે વિદ્યાર્થી એક વાર પરીક્ષા આપ્યા બાદ બીજી વાત પરીક્ષા આપવા ઈચ્છે તો વિદ્યાર્થીને તે જ પરીક્ષા માટે બીજી તક આપવામાં આવશે. બંને પરીક્ષામાંથી જે પરીક્ષામાં માર્ક્સ વધુ હશે. તેનું પરિણામ માન્ય ગણવામાં આવશે. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને અનેક તક અને વિદ્યાર્થીઓ તૈયારી કર્યા પછી પરીક્ષા આપે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. એક સપ્તાહમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો-ગુજરાત યુનિવર્સિટીમાં ગ્રંથોનું પ્રદશન યોજાયું

સરકારની સહાય ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી મદદ કરશે

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાએ (Vice Chancellor of Gujarat University Himanshu Pandya) આ અંગે કહ્યું હતું કે, કોરોનામાં અનેક વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર કોરોનાથી અસરગ્રસ્ત થયા છે. આ સમયમાં વિદ્યાર્થીઓને સરકાર તરફથી ફી કે અન્ય સહાય જે આપવામાં આવે તે સિવાય ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્ટાર્ટઅપ અને એમ્પ્લોયમેન્ટ સહિતની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પણ મદદ કરવામાં આવશે. વિદ્યાર્થી પોતાની અનુકૂળતાએ તૈયારી કરીને પરીક્ષા આપી શકશે.પરીક્ષા માટે પણ અનેક તક આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details