ગુજરાત

gujarat

ETV Bharat / city

Gujarat Universityના વિદ્યાર્થીઓએ હવે આખી જીંદગી પાસ કે સેકન્ડ ક્લાસની માર્કશીટ લઈને નહીં ફરવું પડે, જુઓ કેમ?

સામાન્ય રીતે એક વાર કોલેજની પરીક્ષા આપીએ અને પછી જે પરિણામ આવે તે ક્યારેય બદલી શકાતું નથી, પરંતુ ગુજરાત યુનિવર્સિટીએ હાલમાં જ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓને એક તક આપી છે. એટલે કે જે પણ વિદ્યાર્થી પોતાના ઓછા માર્ક અને ટકાથી અસંતુષ્ટ હોય તેવા વિદ્યાર્થીઓ હવે ફરી પરીક્ષા આપીને પોતાનું પરિણામ બદલી શકે છે. સાથે જ વિદ્યાર્થીને નવા માર્કવાળી માર્કશિટ મળશે.

Gujarat Universityના વિદ્યાર્થીઓએ હવે આખી જીંદગી પાસ કે સેકન્ડ ક્લાસની માર્કશીટ લઈને નહીં ફરવું પડે, જુઓ કેમ?
Gujarat Universityના વિદ્યાર્થીઓએ હવે આખી જીંદગી પાસ કે સેકન્ડ ક્લાસની માર્કશીટ લઈને નહીં ફરવું પડે, જુઓ કેમ?

By

Published : Nov 23, 2021, 3:52 PM IST

  • હવે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પાસ ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસની માર્કશીટ મેળવી શકશે
  • ઓછા ટકા આવેલા વિદ્યાર્થીઓને મહેનત બાદ મળશે ન્યાય
  • 10 વર્ષ અગાઉ પાસ થયેલા વિધાર્થીઓએ માર્કશીટ જમા કરાવી, એપ્રિલ મહિનામાં આપશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) ફરી એક વાર વિદ્યાર્થીઓના હિતમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ, જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી વર્ષોથી સંતુષ્ટ નથી. તેવા વિદ્યાર્થીઓ હવેથી ઓછા ટકા સાથે અફસોસ કરવાના બદલે તેમની ડિગ્રી જમા કરાવી પરિણામમાં ફેરફાર કરી શકશે. આ વિદ્યાર્થીઓને જે સેમિસ્ટરમાં કે જે વર્ષમાં ટકા ઓછા લાગતા હોય તેની પરીક્ષા આપીને પોતાનું પરિણામ બદલી શકે છે. એટલે કે આજથી વર્ષો પહેલાં તમે પરીક્ષા આપી હોય અને અલગ પરિણામ મેળવવા ઈચ્છો છો તો તમે યુનિવર્સિટીમાં પરીક્ષા આપી શકશો તેવો નિર્ણય યુનિવર્સિટીએ લીધો છે.

10 વર્ષ અગાઉ પાસ થયેલા વિધાર્થીઓએ માર્કશીટ જમા કરાવી, એપ્રિલ મહિનામાં આપશે પરીક્ષા

આ પણ વાંચો-મહેસાણા ભાજપ બક્ષીપંચ મોરચાએ સ્પર્ધાત્મક પરીક્ષા માટે શરૂ કર્યા નિઃશુલ્ક કોચિંગ સેન્ટર, 400 વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે તાલીમ

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને પરિણામ ફેરફાર કરવાની તક આપશે. આ પ્રકારનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત યુનિવર્સિટીએ (Gujarat University) કર્યો છે. રાજ્યમાં આ પ્રકારનો નિર્ણય કરનારી ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) પહેલી છે. વિદ્યાર્થીઓ પાસ ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસની માર્કશીટ (First class marksheet) પરીક્ષા આપી મેળવી શકશે. આ માટે છેલ્લા વર્ષની માર્કશીટ અને ડિગ્રી સર્ટી જમા કરી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે અને પોતાનું ધાર્યું પરિણામ મહેનત કરી મેળવી શકશે.

આ પણ વાંચો-Primary Schools Reopen: મોરબીમાં ધોરણ 1થી 5ના 95,000 વિદ્યાર્થીઓ માટે શરૂ થયું ઓફલાઈન શિક્ષણ

2થી 3 પ્રયાસ કરવા માગો છો તો પણ કરી શકો છો

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાએ (Dr. Himanshu Pandya, Vice Chancellor of Gujarat University) જણાવ્યું હતું કે, વર્ષોથી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની એન્યુઅલ પેટન્ટમાં (Annual Pattern) પરીક્ષા આપે છે. તેમાં ક્યારેક એવું પણ બને છે કે, વિદ્યાર્થીઓ પરીક્ષા સમયે ઘણી વાર પર્ફોર્મન્સ આપી શકતા નથી. આથી ગુજરાત યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેટિવ (Gujarat University Administrative)એ પ્રકારનો નિર્ણય લીધો છે કે, વિદ્યાર્થીઓ પોતાના પરિણામની છેલ્લા વર્ષની ડિગ્રી (Degree), સર્ટિફિકેટ (Certificate) અને માર્કશીટ (Marksheet) તેમ જ જરૂરી ડોક્યુમેન્ટ (Documents) સબમીટ કરવાના રહેશે. આ ઉપરાંત તેમને એવું લાગે છે કે, તમે 2થી 3 પ્રયાસ કરવા માગો છો તો પણ કરી શકો છો, જેથી તમારે જીવનભર સેકન્ડ કે પાસ ક્લાસની માર્કશીટ (Pass and Second Class Marksheet) લઈને ફરવું નહીં પડે. તમે મહેનત કરી આગળ વધી શકો છો તેવું તેમણે જણાવ્યું હતું.

ત્રણ જેટલા વિદ્યાર્થીઓની એપ્લિકેશન આવી

કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે આ વર્ષે એપ્લિકેશન આવી રહી છે. છેલ્લા 10 વર્ષના વિદ્યાર્થીઓની એપ્લિકેશન આવી રહી છે, જેમાં ત્રણ જેટલા વિદ્યાર્થીઓની એપ્લિકેશન આવી છે. આ વિદ્યાર્થીઓની પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજાશે. રાજ્ય તેમ જ દેશમાં વસતા ગુજરાત યુનિવર્સિટીના (Former Students of Gujarat University) પૂર્વ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે.

ABOUT THE AUTHOR

...view details