ગુજરાત

gujarat

ETV Bharat / city

8 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ

GTU બાદ હવે ગુજરાત યુનિવર્સિટીએ પણ ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખી છે. 8 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હાલમાં કોરોનાની વર્તમાન સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાત યુનિવર્સિટીએ 8 ડિસેમ્બરથી ઓફલાઈન પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. આ અગાઉ જીટીયુ પણ ઓફલાઈન પરીક્ષા મોકૂફ કરી ચૂકી છે.

8 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ
8 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ

By

Published : Dec 2, 2020, 8:39 PM IST

  • GTU બાદ ગુજરાત યુનિવર્સિટીએ પણ પરીક્ષા મોકૂફ કરી
  • 8થી 17 ડિસેમ્બરે યોજવનારી પરીક્ષા હાલ મોકૂફ
  • વર્તમાન પરિસ્થિતિને જોતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે દેશમાં શૈક્ષિણક કાર્યો પણ મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે શાળાઓતો શરૂ કરવાનું મોકૂફ રખાયું છે, ત્યારે હવે વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા પણ પરીક્ષા પણ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા મંગળવારે મોડી સાંજે જારી કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને 8 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર સુધીમાં યોજનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

8 ડિસેમ્બરે યોજાનારી ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા મોકૂફ

સોશિયલ મીડિયા પર પરીક્ષા યોજવા મુદ્દે થયો હતો વિરોધ

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીકોમ સહિત સેમેસ્ટર-3 અને 5ની ઓફલાઈન પરીક્ષા યોજવા મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયામાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ પરિસરમાં 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લાદ્યો છે. આ તમામ નિયમો આગામી આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી લાગુ રહેશે.

ABOUT THE AUTHOR

...view details