- ગુજરાત યુનિવર્સીટીના વિદ્યાર્થીને હવે લદાખ યુનિવર્સીટીની પણ ડિગ્રી મળશે.
- લદ્દાખના વિકાસ માટે IIS અને UOL દ્વારા સાથે મળીને વિકસાવવામાં આવશે
- MOUનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ, ટકાઉપણું અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે
અમદાવાદ:આ MOU લદ્દાખ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબિલિટીના (Indian Institute of Sustainability) કોમન સેન્ટર પર ધ્યાન કેન્દ્રિત કરશે, જે લદ્દાખના વિકાસ માટે IIS અને UoL દ્વારા સાથે મળીને વિકસાવવામાં આવશે.આ કેન્દ્ર જળ, પર્યાવરણ, કૃષિ આંત્રપ્રેન્યોરશિપ, અને ઇન્ક્યુબેશન વગેરે જેવા સ્થિરતા અને ટકાઉપણાના મુદ્દાઓ સંબંધિત સંયુક્ત કાર્યક્રમો, સંયુક્ત પ્રોજેક્ટ્સ અને કેન્દ્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
બંને સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે
આ MOU લદ્દાખમાં જ્ઞાનની વહેંચણી અને નીતિ વિકાસને મજબૂત કરવા માટે બંને સંસ્થાઓ વચ્ચે ટેકનિકલ સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. MOUનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ, ટકાઉપણું અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવાનો છે. MOU ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવા માટે ભારતના પ્રયાસોને જોર આપે તેવી અપેક્ષા છે. આ પ્રસંગે બંને યુનિવર્સિટીઓ એકબીજાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને એકબીજાને યોગ્ય અવકાશ આપવા માટે પણ સંમત થયા હતા.
લદાખ યુનિવર્સિટી IIS ખાતે સાંસ્કૃતિક ખંડ વિકસાવશે
લદાખ યુનિવર્સિટી IIS ખાતે સાંસ્કૃતિક ખંડ વિકસાવશે. વાઇસ ચાન્સેલર, ગુજરાત યુનિવર્સિટી પ્રો. હિમાંશુ પંડ્યાએ પણ UOLને GU કેમ્પસમાં IISના સહયોગથી લદ્દાખ ફેસ્ટિવલનું આયોજન કરવા આમંત્રણ આપ્યું હતું અને UOLને સંપૂર્ણ સમર્થનની ખાતરી પણ આપી હતી. અમે લદ્દાખ માટે શમન વ્યૂહરચના વિકસાવવા માટે IIS સાથે ભાગીદારી કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.
આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એડ અને સરકારી કૉલેજોમાં વર્ગ દીઠ 20 સીટમાં વધારો