- ગુજરાત યુનિવર્સિટીની 12 એપ્રિલથી શરૂ થતી પરીક્ષા રદ્દ
- કોરોનાના કેસ વધતાં લેવાયો નિર્ણય
- આગામી સમયમાં પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન મોડથી યોજાશે
અમદાવાદ:અગાઉ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા 18 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ કેસ વધતા તે મોકૂફ રાખવામાં આવી હતી અને 12 એપ્રિલ અને 23 એપ્રિલ એમ બે તારીખ જાહેર કરવામાં આવી હતી. 12 એપ્રિલથી ઓફલાઈન પરિક્ષા યોજાવવાની હતી, પરંતુ હાલમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે પરીક્ષા યોજવી યોગ્ય ન હોવાને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા ન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:HNG યુનિવર્સીટીએ 8 એપ્રિલથી શરૂ થવાવાળી તમામ પરીક્ષાઓ મોકુફ રાખી