અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં શિયાળા સત્રની પરીક્ષા શરુ થવાની હતી. પરંતુ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાને લઈને ઓનલાઇન અને ઓફલાઈન પરીક્ષાનો (Gujarat University Exams News ) વિકલ્પ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરીક્ષાનું ટાઈમ ટેબલ આગામી સમયમાં વિગતવાર જાહેરાત કરવામાં આવશે.
ઓફલાઈન પરીક્ષા એકસાથે લેવી શક્ય નથી
ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતભરના અનેક જિલ્લાઓના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા એક સાથે ઓફલાઈન લેવી શક્ય નહોતી. જેથી યુનીવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના બે વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાં ઓફલાઈન પરીક્ષામાં (Gujarat University Offline Exams ) કેન્દ્ર પર આવીને પરીક્ષા (Gujarat University Exams News) આપવાની રહેશે. જયારે ઓનલાઈન પરીક્ષામાં (Gujarat University Online Exams ) વિદ્યાર્થી પોતાના ઘરેથી પરીક્ષા આપી શકશે.