ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, બે વિભાગમાં લેવાશે પરીક્ષા - ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ અલગ-અલગ વખત પરીક્ષા જાહેર કરીને મોકુફ કરવામાં આવ્યા બાદ વધુ એક વખત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરથી લેવામાં આવશે, તેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

gujarat-university-exam
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

By

Published : Aug 20, 2020, 8:57 AM IST

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ત્રણ અલગ-અલગ વખત પરીક્ષા જાહેર કરીને મોકુફ કરવામાં આવ્યા બાદ વધુ એક વખત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા ઓફલાઈન પરીક્ષા 3 સપ્ટેમ્બર અને 12 સપ્ટેમ્બરથી લેવામાં આવશે, તેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે.

  • ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
  • ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા બે અલગ-અલગ ભાગમાં લેવાશે
  • UG ની પરીક્ષાઓ 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે
  • PG ની પરીક્ષાઓ 3 સપ્ટેમ્બરથી શકપ થશે

યુનિવર્સિટીની ઓફલાઈન પરીક્ષા માટે 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે, જેમાંથી 28 હજાર વિદ્યાર્થીઓએ સંમતિ આપી છે. 12 હજાર વિદ્યાર્થી ઓનલાઇન પરીક્ષામાં રસ બતાવ્યો છે. બાકીના વિદ્યાર્થીઓએ કોઈ પસંદગી આપી નથી. બી.કોમ. બી.બી.એ, બી.એ, બી.સી.એ સહિતની યુજીની પરીક્ષાઓ 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે પીજી અને એલ.એલ.બી સહિતની પરીક્ષાઓ ત્રીજી સપ્ટેમ્બરથી શરૂ થશે. એટલે કે 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી અને 12થી 19 સપ્ટેમ્બર સુધી પરીક્ષાઓ ચાલશે. જે દરમિયાન 450 પેપર લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનું ટાઈમટેબલ

સ્નાતક કે અનુસ્નાતક કક્ષાએ જે પરીક્ષાઓ વિભાગીય સ્તરે પૂર્ણ થઇ છે, તેને આ પરિપત્ર લાગુ પડશે નહીં. જે વિદ્યાશાખામાં કાઉન્સિલના નિયમો લાગુ પડતા હશે તે વિદ્યાર્થી શાખામાં જે તે કાઉન્સિલના નિયમો પ્રમાણે પરીક્ષાઓ લેવામાં આવશે. રાજ્ય બહાર કે વિદેશોમાં વસતા કોઈપણ વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષામાં બેસવા માનતા ન હતા, તેઓએ ઓનલાઇન પરીક્ષા માટે અલગથી સંમતિ આપેલી છે. તે મુજબ યુનિવર્સિટીના સોફ્ટવેર માધ્યમથી ઓનલાઇન પરીક્ષા એમસીક્યુથી લેવામાં આવશે. જે પરીક્ષાનો સમય ત્રણ કલાક હતો, તે ઘટાડીને હવે બે કલાક કરવામાં આવ્યો છે.

સમગ્ર પરીક્ષા દરમિયાન કેન્દ્ર રાજ્ય સરકાર એમએચઆરડી યુજીસીની કોવિડ-19 અંગેની ગાઈડલાઈનનું પાલન કરવું આવશ્યક છે. યુનિવર્સિટી પરીક્ષા લેતી નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓ વાંચી વાંચીને કંટાળી ગયા છે. વિદ્યાર્થી સંગઠનો પણ સમજ્યા વગર વિરોધ કરતા હોવાના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે હવે યુનિવર્સિટીએ ત્રણ વખત મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખો બાદ ફરી એક વખત પરીક્ષાની તારીખ જાહેર કરી છે, ત્યારે તે દિવસે પરીક્ષા લેવાઇ છે કે નહીં તે મુદ્દે પણ વિદ્યાર્થીઓ હાલ અસમંજસમાં જોવા મળી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details