અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે બજેટ (Gujarat University Budget) રજૂ કરવામાં આવે છે. ત્યારે આ વખતે 71મી વખત ગુજરાત યુનિવર્સિટીનું આગામી શૈક્ષણિક સત્રને લઈને રૂપિયા 268 કરોડનું બજેટને મંજૂરી (Gujarat University budget of 268 crore) આપવામાં આવી છે. આ વર્ષના બજેટની અંદર રિસર્ચ અને ફેલોશીપ અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા તમામ ખર્ચ યુનિવર્સિટી (Gujarat University budget of 268 crore ) ભોગવશે. સાથે જ જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં આગળ પડતાં છે તેને મદદરૂપ થવા માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 20 ઓલિમ્પિક ગેમ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
રિસર્ચ અને ફેલોશીપ અંતર્ગત વિદ્યાર્થીઓને વિદેશ મોકલવા તમામ ખર્ચ યુનિવર્સિટી ઉપાડશે આ પણ વાંચોઃ Sciences Exhibition At Gujarat University: વિજ્ઞાન પ્રદર્શનમાં શિક્ષણપ્રધાને વિદ્યાર્થીઓને આપી મહત્વની સલાહ
ગત વર્ષ કરતાં ઓછું બજેટ લવાયું
ગત વર્ષની સરખમણીએ આ વર્ષે ગુજરાત યુનિવર્સિટીનું (Gujarat University Budget) 5 કરોડનું બજેટ ઓછું (Gujarat University Budget 2022 - 23) રજૂ કરવામાં આવ્યું છે. કારણ કે ગતવર્ષે કોરોનાની મહામારી સર્જાઈ હતી તેવામાં ગુજરાત યુનિવર્સિટીને ટ્યુશન ફી અને પરીક્ષા ફીની આવકમાં અંદાજે 5 કરોડનો ઘટાડો નોંધાયો હતો. જેના પગલે 268 કરોડનું ડ્રાફ્ટ (Gujarat University budget of 268 crore ) બજેટ રજૂ કરાયું હતું . તેની સામે અંદાજે 278 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. આમ 10 કરોડની ખાધવાળું બજેટ રજૂ થયું છે.
આ પણ વાંચોઃ Gujarat University Exam 2022: ગુજરાત યુનિવર્સિટીમાં ઓનલાઇન પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, 28મી ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ
ગત વર્ષના બજેટમાં વધુ ખર્ચ થયો
ગત વર્ષે ગુજરાત યુનિવર્સિટી દ્વારા (Gujarat University Budget) 273 કરોડનું બજેટ રજૂ કરાયું હતું જેની સામે 288 કરોડનો ખર્ચ થયો હતો. આ વર્ષે રજૂ થયેલા બજેટથી આવનારા સમયમાં વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારે ઉપયોગી બની રહેશે.