- માઇક્રોબાયોલોજીના છઠ્ઠા સેમેસ્ટરની અને ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના M.Scની એન્ટ્રન્સ એક્ઝામ એક જ દિવસે અને એક જ સમયે લેવાઈ
- એક જ સમયે બે પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ કઈ રીતે હાજર થઈ શકે તે પણ ઉઠાવ્યો સવાલ
- 29 ઓક્ટોબર સુધીમાં ખુલાસો કરવા કોર્ટનો યુનિવર્સિટીને નિર્દેશ
- ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ની એમએસસી ની એન્ટ્રન્સ એક્ઝામ ફરીથી લેવાય તેવી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત
અમદાવાદઃ દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના M.Scની એન્ટ્રન્સ એક્ઝામ આપે છે, એકસાથે 2 પરીક્ષાઓ યોજવાથી વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાની રજૂઆત સાથે હાઇકોર્ટમાં અરજી થઇ છે. હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટીની એમએસસીની એન્ટ્રન્સ એક્ઝામ ફરીથી લેવામાં આવે, જેથી માઇક્રોબાયોલોજી પાસ કરેલા વિદ્યાર્થીઓ પણ આ એન્ટ્રન્સ એક્ઝામ આપી શકે છે.