- સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં વર્ગ દીઠ 20 સીટમાં વધારો
- આ સીટમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ મળશે
- કૉલેજ કક્ષાએ ઓફલાઈન જ પ્રવેશ પ્રક્રિયામાં કોલેજે પ્રવેશ આપવાના રહેશે
અમદાવાદઃગુજરાત યુનિવર્સીટીમાં (Gujarat University)અવ્યવસ્થાને કારણે અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા. જે અંગે કોલેજો અને વિદ્યાર્થીઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત યુનીવર્સીટી (Gujarat University)દ્વારા તાત્કાલિક નિર્ણય લઈને બીએ,બીકોમમાં સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વર્ગમાં વર્ગ દીઠ 20 સીટનો(Increase to 20 seats in the class) વધારો કરવામાં આવ્યો છે જેમાં બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે
ગુજરાત યુનિવર્સીટીના કુલસસચિવે પરિપત્ર જાહેર કર્યો છે જે મુજબ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એડ અને સરકારી કૉલેજોમાં મંજુર વર્ગ દીઠ મૂળ વર્ગમાં 20 સીટમાં વધારો કરવામાં આવશે.શૈક્ષણિક વર્ષ 2021-22 પુરતો જ ફક્ત નિર્ણય રહેશે.આ સીટ વધારામાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.કૉલેજ કક્ષાએ ઓફલાઈન જ પ્રવેશ પ્રક્રિયામાં કૉલેજે પ્રવેશ આપવાના રહેશે.